
નવી મુંબઇ,તા. 1 ડિસેમ્બર 2022, ગુરુવાર
શું તમને ખબર છે કે તમે જે ગેમ રમી રહ્યાં છો તેની શોધ અથવા તેને કોણે બનાવી હતી? તો આજે ગુગલે તે વ્યક્તિનું ફરી એક વાર સુંદર ડુડલ બનાવ્યુ છે. આજે 1 ડિસેમ્બરનાં રોજ ગેરાલ્ડ જેરી લોસનનો 82મો જન્મદિવસ છે અને તેમને આધુનિક ગેમિંગના પિતા કહેવામાં આવે છે. લૉસન બદલી શકાય તેવા ગેમ કાટ્રિજ સાથે કાટ્રિજ હોમ વિડિયો ગેમિંગ કન્સોલ બનાવનાર પ્રથમ વ્યક્તિ હતા.
જાણો કોણ છે ગેરાલ્ડ જેરી લોસન
એન્જિનિયર ગેરાલ્ડ જેરી લોસનનો જન્મ 1 ડિસેમ્બર 1940ના રોજ બ્રુકલિન, ન્યૂયોર્કમાં થયો હતો. લોસને નાની ઉંમરથી જ ઈલેક્ટ્રોનિક્સ રિપેરિંગનો શોખ હતો. તેણે પડોશી ઘરોમાં ટીવીનું સમારકામ કર્યું અને સ્થાનિક ઈલેક્ટ્રોનિક્સ સ્ટોરમાંથી ખરીદેલા ભંગાર ભાગો અને વસ્તુઓમાંથી પોતાનું રેડિયો સ્ટેશન પણ બનાવ્યું. આ સિવાય જે વીડિયો ગેમની મજા આજની જનરેશન લઇ રહી છે,તેને બનાવનાર અને શોધ કરનાર લોસન છે.
મનપસંદ વિડિયો ગેમ્સ સુપર મારિયો અને કોન્ટ્રાને વિશ્વભરના લાખો લોકો સુધી પહોંચાડી હતી.
લોસન તેની કોલેજ અને સિટી કોલેજ પૂર્ણ કર્યા પછી કેલિફોર્નિયાના પાલો અલ્ટોમાં રહેવા ગયા. તે સમય સુધી આ શહેર સિલિકોન વેલી તરીકે ઓળખાતું હતું. અહીં આવ્યા પછી, ગેરાલ્ડ જેરી લોસને ફેરચાઈલ્ડ સેમિકન્ડક્ટરમાં કન્સલ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યું. તેના જુસ્સા અને પ્રતિભાને જોતા, થોડા સમય પછી તેને તે જ પેઢીમાં વિડિયો ગેમ વિભાગનો ડિરેક્ટર બનાવવામાં આવ્યો.
ફેરચાઇલ્ડ ચેનલ એફ કન્સોલ
તેમણે અહીં ફેરચાઇલ્ડ ચેનલ એફ કન્સોલ વિકસાવ્યું, જે પ્રથમ હોમ વિડિયો ગેમ સિસ્ટમ કન્સોલ હતું. આની મદદથી બાદમાં સુપર મારિયો, કોન્ટ્રા અને ડબલ ડ્રેગન જેવી ગેમ્સ વિકસાવી શકાઇ. લોસનનું 9 એપ્રિલ 2011ના રોજ ડાયાબિટીસને કારણે 70 વર્ષની વયે અવસાન થયું હતું.
ગૂગલ ડૂડલ
ગેમિંગમાં અમેરિકન ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરના યોગદાનને માન આપવા માટે, Google એ ગુરુવારે લૉસનના 82માં જન્મદિવસને યાદગાર બનાવવા માટે ઇન્ટરેક્ટિવ ડૂડલ ગેમ્સનો સંમુહ બનાવ્યો છે. જેના પર ક્લિક કરવાથી તમે માર્યો ગેમને ફરી રમી શકો છો. આ ડુડલ ગેમિંગની દુનિયાની ફરી યાદ અપાવી જાય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2dSPHCA
0 Comments