વોટ્સએપ એ નવા ફીચર પર કામ કરી રહી છે, જે યુઝર્સને ડેસ્કટોપ બીટા પર સ્ટેટ્સ અપડેટની રીપોર્ટ કરવાની પરમીશન આપશે. એટલે કે તમારા ડેસ્કટોપ પરથી પણ તમે કોઈના સ્ટેટ્સને રીપોર્ટ કરી શકશો. જો કોઈ યુર્ઝસ કોઈ પણ એવું શંકાસ્પદ કે અયોગ્ય સ્ટેટ્સ મુકે છે જે મેસેજિંગ એપની શરતોનું ઉલ્લઘન કરે છે તો તેના વિશે એપમાં ફરિયાદ કરવાને રીપોર્ટ કરવું કહેવાય છે, WABetaઇન્ફોના અનુસાર સ્ટેટસના મેનુમાં જઈને સ્ટેટસ અપડેટને રીપોર્ટ કરી શકાશે. આ નવા વિકલ્પથી મોડરેશન ટીમને કોઈ શંકાસ્પદ સ્ટેટ્સ વિશે માહિતી આપી શકશે. 

તમે જેવું કોઈ સ્ટેટ્સને રીપોર્ટ કરશો એટલે એ મેસેજ મોડરેશન માટે ફોરવર્ડ કરવામાં આવશે અને ચેક કરવામાં આવશે કે તેમાં કોઈ ઉલ્લંઘન થયું છે કે નહિ. આ ફીચર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને બ્રેક કરતુ નથી, મેટા કોઈ પણ સ્ટેટસ કે કોલને ટ્રેસ કરતુ નથી ત્યારે કંપની દ્વારા આ ફીચર લાવવું તે મહત્ત્વનું પગલું સાબિત થશે. 

એક રીપોર્ટ અનુસાર આ ફીચર હજુ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. આને મોબાઈલ અને ડેસ્કટોપ માં આ મેસેજિંગ એપ યુઝર્સ માટે નજીકના ભવિષ્યમાં લાગુ કરાશે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bRuUOyj