YouTube પર હાલમાં કમાણી માટે 8 ઓપ્શન અવેલેબલ છે પરંતુ હવે ગૂગલ યુઝર્સ માટે કમાણીનું નવું ઓપ્શન આપવા જઈ રહ્યું છે. આનાથી ઘણા કન્ટેન્ટ ક્રિએટરને ફાયદો થશે. ગૂગલે  હાલમાં જ દિલ્હીમાં  યોજાયેલ અધિવેશનમાં 'કોર્સેસ'ની ઘોષણા કરી હતી જેને ટૂંક સમયમાં જ અમલમાં મુકવામાં આવશે. ગૂગલ હાલ કોર્સેસનું ટેસ્ટીંગ સિલેક્ટેડ પાર્ટનર્સ અને ઓથર સાથે કરી રહ્યું છે. કંપની સબસ્ક્રિપ્શન આધારિત  મોડલ કોર્સેસનું હાલ બીટા ટેસ્ટીંગ ચાલુ છે. 

સબસ્ક્રિપ્શન આધારિત મોડલ કોર્સેસને આવતા વર્ષે લોન્ચ કરવામાં આવશે. લગભગ માર્ચ સુધીમાં તેનું લોન્ચિગ થાય તેવી આવશ્યકતા છે, જો કે  કંપનીએ હજુ લોન્ચિંગ ના ડેટ ને લઈને કોઈ પણ પ્રકારની જાણકારી આપી નથી. યુ-ટ્યુબ કોર્સેસ માટે નવી કોર્સ કંપની લોન્ચ કરશે તેમ અધિવેશનમાં જણાવ્યું હતું. 

ઇવેન્ટ દરમિયાન YouTube ઈન્ડિયાના મેનેજિંગ ડીરેક્ટર ઇશાન જ્હોન ચેટર્જીએ જણાવ્યું હતું કે, કોર્સેસને માત્ર સાઉથ કોરિયા, ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સમાં જ લોન્ચ કરવામાં આવશે, આની મદદથી યુઝર્સ પોતાની સ્કીલ્સને પણ વધારી શકશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડીજીટલ લર્નિંગ રીલેટેડ કન્ટેન્ટને મોનીટાઈઝ કરવું છે કે નહિ તે નિર્ણય જે-તે કન્ટેન્ટ પ્નોરોડ્યુસરનો  રહેશે, પરંતુ જો તેઓ તેનાથી કમાણીની તક  શોધી રહ્યા હોય તો તેમને ટૂંક સમયમાં જ નવો ઓપ્શન મળશે. 

YouTube એ તેના નવા ફીચર કોર્સેસને ચાર એરિયા જેવા કે - ડીજીટલ સ્કીલ્સ, આંતરપ્રિનીયોરશીપ, પ્રોફેશન અને પર્સનલ પેશન માં  લોન્ચ કરશે. યુ-ટ્યુબ પ્રોડ્યુસર્સ પોતાના ડોક્યુમેન્ટ્સને PNG કે  PDF ફોર્મેટમાં પણ અપલોડ કરી શકશે. આનાથી જે કોર્સને તેઓ વાંચી રહ્યા છે કે જોઈ રહ્યા છે એની એપ્લીકેશન યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ શકશે.   



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cuIHJ89