તા. 5 જાન્યુઆરી 2023, ગુરુવાર

વર્ષ 2023ની શરૂઆત સાથે જ ટેક્નોલોજીની દુનિયામાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. ગૂગલે આ વર્ષે 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ તેનું ક્રોમ 110 રિલીઝ કરવા માટે તૈયાર કરી દીધુ  છે. આ નવા વર્ઝન સાથે કંપની ક્રોમના જૂના વર્ઝન માટેનો સપોર્ટ બંધ કરી દેશે. તેની માહિતી ગૂગલના સપોર્ટ પેજ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. જે મુજબ ક્રોમ 109 એ બે જૂની માઈક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ - વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8.1ને સપોર્ટ કરવા માટે ક્રોમનું છેલ્લું વર્ઝન છે.

15 જાન્યુઆરીથી આ કોમ્પ્યુટર્સમાં ક્રોમ કામ કરશે નહીં

15 જાન્યુઆરી, 2023 સુધીમાં ક્રોમના જૂના વર્ઝન માટે સપોર્ટ બંધ કરશે. તેથી ક્રોમનું નવું વર્ઝન એટલે કે ક્રોમ 110 એ ક્રોમનું પહેલું વર્ઝન હશે, જેને વિન્ડોઝ 10 કે પછીના વર્ઝનની જરૂર પડશે. યુઝર્સ વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8.1 માં Chrome ના જૂના વર્ઝનનો ઉપયોગ કરી શકશે, પરંતુ સુરક્ષા સુધારાઓ સાથે કોઈપણ નવા અપડેટ્સ મળશે નહીં.

સિસ્ટમને અપગ્રેડ કરવાની જરૂર છે

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ક્રોસ-પ્લેટફોર્મ વેબ બ્રાઉઝર ક્રોમનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા માટે વપરાશકર્તાઓએ તેમની સિસ્ટમને Windows 10 અથવા  OS 11 સાથે અપગ્રેડ કરવાની જરૂર પડશે. ભવિષ્યમાં Chromeનું આ નવુ વર્ઝન ચાલુ રાખવા માટે તમારે ખાત્રી કરવી જરુરી છે કે તમારા કોમ્પ્યુટર્સમાં  Windows 10 અથવા તે પછીનું કોઈ વર્ઝન છે.

નોંધનીય છે કે, ક્રોમના જૂના વર્ઝન કામ કરવાનું ચાલુ રાખશે, પરંતુ આ ઓપરેટિંગ સિસ્ટમ્સમાં વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8/8.1 પર યુઝર્સ માટે કોઈ વધુ અપડેટ્સ મળશે નહીં. કોમ્પ્યુટર્સનાં વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવે છે કે પોતાના કોમ્પ્યુટર્સમાં Windows અપગ્રેડ કરાવે. કારણ કે OS માટે વાઈરસને ધ્યાનમાં રાખી અપડેટ્સ કરાવવું જરુરી છે.

Windows OS ની સાથે વેબ બ્રાઉઝરને અપડેટ કરવાથી ક્રોમ દ્વારા સિક્યુરીટી અપડેટ્સ પણ મળી રહેશે

આ પહેલા ગૂગલે જુલાઇ 2021માં અપડેટેડ ક્રોમ વર્ઝન 110 રીલીઝ કરવાની યોજના બનાવી હતી, પરંતુ કોરોના રોગચાળાને કારણે કંપનીએ રીલીઝ મુલતવી રાખ્યું હતું. નવા અપડેટ્સ  Windows OS ની સાથે વેબ બ્રાઉઝરને અપડેટ કરવાથી ક્રોમ દ્વારા સિક્યુરીટી બાબતે જે સુધારા કરવામાં આવ્યા છે તેની સાથે અપડેટ્સ મળી રહેશે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/kv2KAdD