1 જાન્યુઆરી 2023, રવિવાર

છેલ્લા બે દાયકામાં સમયગાળામાં વૈજ્ઞાનિકોએ 5000થી વધુ એક્સોપ્લેન્ટ્સ શોધી કાઢ્યા છે. એક્સો પ્લેનેટ્સ એટલે એવા ગ્રહ કે જે આપણા સૂર્યમાળાના ગ્રહ નથી. અવકાશમાં એક્સોપ્લેનેટ્સના સંશોધન માટે એડવાન્સ્ડ ઇક્વિપમેન્ટ બનાવવા માટે નાસા દ્વારા જે રિસર્ચ ગ્રુપની પસંદગી કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકો દ્વારા જે 5000 એક્સોપ્લેનેટ શોધી કાઢવામાં આવ્યા છે તેમાંથી કોઈ પર પણ હાલમાં જીવનની કોઈ નિશાની મળી નથી. પરંતુ એક આશા જીવંત થઈ છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે હજું એવી ઘણી પ્લેનેટરી સિસ્ટમ શોધવાની બાકી છે, તેઓ કહે છે કે આમ તો કામ મુશ્કેલ છે પણ અમને આશા છે. 

કેટલાકનું કહેવું છે કે 2022નું વર્ષ ખરાબ હતું ઘણા કહે છે આ વર્ષ સારુ હતું પરંતુ  વૈજ્ઞાનિકો માટે આ વર્ષ મહત્વનું સાબિત થયું છે. એટલે કે પૃથ્વીની બહાર જીવન શોધવાની બાબતે ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ માનવામાં આવશે. વર્ષ 2021 ના ​​અંતમાં જ્યાં જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના પ્રક્ષેપણથી ખગોળશાસ્ત્રમાં એક દાયકા લાંબી રાહનો અંત આવ્યો અને ખગોળશાસ્ત્રીઓને આશા હતી કે તેઓ હવે બહારની દુનિયાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકશે. પરંતુ તેની સાથે સાથે ખગોળશાસ્ત્રીઓએ પોતાની રીતે બહારની દુનિયામાં નવા બહારના ગ્રહોની શોધ કરવાનું ચાલુ રાખ્યું જેથી કરીને નવા ટેલિસ્કોપ દ્વારા તેમનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકાય. આ સંદર્ભમાં 2022 વિશેષ સિદ્ધિઓનું વર્ષ હતું કારણ કે વૈજ્ઞાનિકોએ આ વર્ષે 200 થી વધુ નવા એક્સોપ્લેનેટની શોધ કરી છે.

પૃથ્વી પર જીવનની ઉત્પત્તિના રહસ્યોને સમજવા
એક્સોપ્લેનેટનો અભ્યાસ કરવાના ઘણા હેતુઓ છે, જેમાંથી એક ગ્રહોના નિર્માણ તેમજ રચનાની પ્રક્રિયાઓને સમજવાનો છે. આ દ્વારા વૈજ્ઞાનિકો સૂર્યમંડળ અને પૃથ્વીની રચનાના ઈતિહાસ વિશે માહિતી મેળવવા માંગે છે, જેથી તેઓ પૃથ્વી પર જીવનની ઉત્પત્તિના રહસ્યોને સમજી શકે. આ સાથે એ પણ શોધવામાં આવી રહ્યું છે કે શું એવો કોઈ ગ્રહ છે કે જ્યાં અત્યારે. નહી તો ક્યારેક ને ક્યારેક જીવન વિકસી શકે. આવા અનેક હતુઓથી ખગોળશાસ્ત્રીઓ સતત અભ્યાસ કરતાં રહેતા હોય છે. 

ખગોળશાસ્ત્રીઓ એવા ગ્રહોની શોધ કરી છે કે જ્યાં જીવન જીવવા માટેની સંભાવના રહેલી છે
વૈજ્ઞાનિકો માટે આ 2022નું વર્ષ મહત્વનું સાબિત થયું છે. કેમકે આ વર્ષે ખગોળશાસ્ત્રીઓ એવા ગ્રહોની શોધ કરી છે કે જ્યાં જીવન જીવવા માટેની સંભાવના વધુ રહેલી હોય છે. અને આ વર્ષે અનેક બહારના ગ્રહો સિવાય દુનિયાની અનેક સુપર અર્થની પણ શોધ કરી છે. વર્ષ 2022 આ દિશામાં મોટી સફળતાનું વર્ષ કહી શકાય. આ વર્ષે શોધાયેલા 200 થી વધુ એક્સોપ્લેનેટમાં ઘણા એવા ગ્રહો છે જે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના અવલોકન માટે ખૂબ જ યોગ્ય છે.

વર્ષના અંત સુધીમાં આ સંખ્યા 5235 પર પહોંચી
વર્ષની શરૂઆતમાં એક્સોપ્લેનેટ્સની સંખ્યા 5000 કરતાં થોડા ઓછા ગ્રહો હતા જે સૌરમંડળની બહાર સંશોધન દરમ્યાન શરૂઆતથી મળી આવ્યા હતા. પરંતુ વર્ષના અંત સુધીમાં આ સંખ્યા 5235 પર પહોંચી ગઈ છે. નાસાએ એમના ટ્વીટમાં જણાવ્યું છે કે આમાંથી 4 ટકા પૃથ્વી અથવા મંગળ જેવા ખડકાળ ગ્રહો છે અને કહ્યુ કે નવું વર્ષ વધુ નવા ગ્રહો લઈને આવશે.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XGH09Vr