નવી દિલ્હી, તા. 07 જાન્યુઆરી 2023 શનિવાર

2023ના શરૂઆતમાં જ અંતરિક્ષમાં એક નજારો જોવા મળવાનો છે જે હજારો વર્ષોમાં એકવાર જ દેખાય છે. આ C/2022 E3 (ZTF) નામનો એક ધૂમકેતુ છે જે આગામી મહિને અંતરિક્ષમાં જોવા મળશે. અગાઉ 50 હજાર વર્ષ પહેલા હિમયુગ દરમિયાન આવો નજારો જોવા મળ્યો હતો.

આ 12 ફેબ્રુઆરીએ પૃથ્વીથી લગભગ 4.20 કરોડ કિલોમીટર દૂરથી નીકળશે. આને કોઈ દૂરબીન કે ટેલિસ્કોપની મદદ વિના નરી આંખોથી જોઈ શકાશે. માત્ર આકાશ સ્પષ્ટ હોવુ જોઈએ. 

ગયા વર્ષે આ ધૂમકેતુ શોધવામાં આવ્યો હતો

આ ધૂમકેતુને ગયા વર્ષે કેલિફોર્નિયાની જ્વિકી ટ્રાન્સજિએન્ટ ફેસિલિટીના વૈજ્ઞાનિકોએ શોધ્યો હતો અને ત્યારથી તેઓ આની ટ્રેકિંગ કરી રહ્યા છે. આમ તો ધૂમકેતુને લઈને ભવિષ્યવાણી કરવી સામાન્ય રીતે ખૂબ મુશ્કેલ કામ છે કેમ કે આ ઘણીવાર પોતાની દિશા બદલી લે છે. 


50 હજાર વર્ષ પહેલા જોવા મળ્યો હતો આવો નજારો

50 હજાર વર્ષ પહેલા અપર પેલિયોલિથિક કાળમાં આ ધૂમકેતુ આવ્યો હતો ત્યારે ધરતી પર હિમયુગ હતો અને માનવીની આધુનિક પ્રજાતિ હોમો સેપિયન્સ પણ નહોતા. આ ધૂમકેતુ જ્યારે છેલ્લી વખત જોવા મળ્યો હતો ત્યારે ધરતી પર કોઈ પ્રદૂષણ નહોતુ, આકાશ એકદમ સ્પષ્ટ હતુ. ત્યારે ધરતી પર નિએન્ડરથલ માનવ મેમથ ફરતા હતા.

ક્યારે કેવી રીતે જોવા મળશે ધૂમકેતુ

ઉત્તર ગોળાર્ધમાં આને જોઈ શકાશે. આકાશ સ્પષ્ટ રહ્યુ તો નરી આંખોથી નહીં તો દૂરબીન કે ટેલિસ્કોપની મદદથી જોઈ શકાશે. આને જોવાનો યોગ્ય સમય સવાર થયા પહેલાનો હશે પરંતુ દક્ષિણ ગોળાર્ધમાં આ માત્ર ફેબ્રુઆરીના શરૂઆતી દિવસોમાં જ જોઈ શકાશે. 21 જાન્યુઆરીએ પણ આને જોવાની એક તક રહેશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nkzWCsP