નવી દિલ્હી, તા.13 જાન્યુઆરી-2023, શુક્રવાર

બેંગ્લોરના એક સ્ટાર્ટ અપ વેવ મોબેલીટીએ એક ટચુકડી ગાડી બનાવી છે, જેને નવી દિલ્હીમાં યોજાયેલ ઓટો એક્સ્પોમાં રજુ કરાઈ છે. ત્રણ પેસેન્જર એટલે કે દંપતી અને તેના બાળકને લઇ જઇ શકે એવી આ ગાડી આમ તો બેટરી ઉપર જ ચાલે છે પણ તેની સાથે સોલાર રૂફ આપવામાં આવ્યું છે. સોલાર રૂફના કારણે આ ગાડીની બેટરી ચાર્જ થયા કરે છે. 


કંપનીનો દાવો છે કે ભારતમાં સોલારથી ચાર્જ થાય એવી પ્રથમ ગાડી ઈવા બનશે. નાની બેટરી હોવા છતાં સોલારના સહારે ઈવા ૨૫૦ કિલોમીટર ચાલી શકે છે અને તેના લીધે શહેરની અંદર એક ફેમીલીને ફરવા માટે, ખરીદી કરવા માટે કે ઓફીસ આવવા જવા માટે આ એક ઉત્તમ સાધન સાબિત થઇ શકે એમ છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/MEvZlFW