Image Envato

તા. 25 જાન્યુઆરી 2023, બુધવાર 

ટેક્નોલોજી ક્ષેત્રે  ભારત સતત આગળ વધી રહ્યુ છે. વિવિધ ક્ષેત્રે ભારત પોતાની સ્વદેશી આયામો બનાવી રહી છે, ત્યારે આપણા સૌ માટે મહત્વનાં સમાચાર એ છે કે ભારતે પોતાનું સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે. આજે મંગળવારના રોજ મોબાઈલના સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ  BharOSનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ BharOSના આ  સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ IIT મદ્રાસના  વિદ્યાર્થીએ બનાવેલ છે. ભારતની આ નવી ઉપલબ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. 

આજે ટેકનોલોજી,  ઈનોવેટર્સ, ઉદ્યોગ તેમજ અન્ય ક્ષેત્રે ભારતે દરેકનો દ્રૃષ્ટિકોણ બદલ્યો 

IIT મદ્રાસના  વિદ્યાર્થીએ બનાવેલ આ BharOS નું સફળ ટેસ્ટિંગ પછી લોન્ચીંગ કરતાં કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં સામેલ દરેકને શુભકામના પાઠવી હતી. આ પહેલા PM નરેન્દ્ર મોદીએ આઠ વર્ષ પહેલા ડિજિટલ ઈન્ડિયા વિશે વાત કરી હતી ત્યારે અમુક લોકોએ આ વાત પર મઝાક ઉડાવી હતી. પરંતુ આજે ટેકનોલોજી,  ઈનોવેટર્સ, ઉદ્યોગ તેમજ અન્ય ક્ષેત્રે ભારતે દરેકનો દ્રૃષ્ટિકોણ બદલી નાખ્યો છે. આ મુદે કેન્દ્રિય દુરસંચાર મંત્રી અશ્વીની વૈષ્ણવે પોતાની વાત કરતા કહ્યુ હતુ કે આ યાત્રામાં મુશ્કેલી જરુર આવશે પણ દુનિયાભરમાં એવા ઘણા લોકો છે જે ગમે તેવી મુશ્કેલીઓનો સફળતા પુર્વક સામનો કરી સફળ નિવડે છે. 

ગ્રાહક પોતાની મરજીથી આ એપને પોતાની સિસ્ટમમાં ડાઉનલોડ કરી શકશે 

BharOSની આ સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ IIT મદ્રાસ દ્વારા બનાવેલ છે. આ સિસ્ટમની એક મહત્વની ખાસીયત એ છે કે ગ્રાહક પોતાની મરજીથી આ એપને પોતાની સિસ્ટમમાં ડાઉનલોડ કરી શકશે તેને કોઈ પણ એપ માટે મજબુર કરવામાં નહી આવે. તેમજ ગ્રાહક પોતાની મરજીથી કોઈપણ એપને સિસ્ટમમાથી ડિલિટ કરી શકશે. 

BharOS ઓપરેટીંગ સિસ્ટમ

BharOS એ એક માટે નવી ઓપરેટિંગ સિસ્ટમ છે. તેના ડેવલપર્સે દાવો કર્યો છે કે આ સિસ્ટમ સંપુર્ણ રીતે ગુપ્ત અને સુરક્ષા પર કેન્દ્રિત છે. તેમજ આ BharOS સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ Googleના  Android અને  Appleના  iOS જેવી ઓપરેટિંગ સિસ્ટમ છે



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/sHL8R4m