![]() |
| Image - tamilnadutourism |
ભારતીય રેલ ભારતની કરોડરજ્જુ કહેવાય છે. ભારતીય રેલ્વેએ વિકાસશીલથી વિકસિત દેશ તરફની સફરમાં એક પગલું આગળ વધારતા હાઈ સ્પીડ ટ્રેનો જેવી કે મેટ્રો અને વંદે ભારત દોડાવવાનું શરુ કર્યું છે. પહેલા એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો અને હવે મેટ્રો અને વંદે ભારત જેવી હાઈ સ્પીડ ટ્રેનો લોકો માટે લાઈફ લાઈન સાબિત થાય છે. આવી દોડ-ધામવાળી જિંદગીમાં એક ટ્રેન એવી પણ છે જે સાયકલ કરતા પણ ધીમે ચાલે છે. આ ટ્રેનની સ્પીડ 10 km/h કરતા પણ ઓછી છે. આટલી ધીમી ગતિથી ચાલવા છતાં પણ લોકોને આ ટ્રેનથી જરાય વાંધો નથી. આ ટ્રેન તમિલનાડુના ઉંટીની ખુબસુરત વાદીઓમાં પહાડો અને ગાઢ જંગલો વચ્ચે ચાલે છે. આ ટ્રેન પ્રવાસીઓને ખુબ ગમે છે. આ ટ્રેન ઉપર શાહરૂખ ખાનની ફિલ્મ 'દિલસે'નું પ્રખ્યાત ગીત 'છૈયા છૈયા' શૂટ કરવામાં આવ્યું હતું.
આ એક ટોય ટ્રેન છે. જેનું નામ મેટ્ટુપ્લાયમ ઉંટી નીલગિરિ પેસેન્જર ટ્રેન છે. આ ટ્રેન ઉંટીના પહાડો અને ગાઢ જંગલો વચ્ચેથી પસાર થનાર ભારતની સૌથી ધીમી સ્પીડે ચાલતી ટ્રેન છે. આ ટ્રેનની ગતિ 10 Km/h થી પણ ઓછી છે. આ ટ્રેન દ્વારા ફરતા પ્રવાસીઓને પ્રાકૃતિક નજારોનો આનંદ માંણવાનો ભરપુર મોકો મળે છે. આ ટ્રેનનું એન્જીન વરાળથી ચાલે છે.
ચાલુ ટ્રેને ઉતરી ફરી ચઢી શકે છે મુસાફરો
આ ટ્રેન પહાડો અને જંગલો વચ્ચેથી થઈ 46 કિલોમીટરનું અંતર કાપે છે. ટ્રેનને આ સફર પૂરી કરવામાં 5 કલાક કરતા પણ વધારે સમય લાગે છે. ટ્રેનની સ્પીડ એટલી ઓછી હોય છે કે પ્રવાસીઓ ચાલુ ટ્રેનમાં નીચે ઉતરી જાય છે અને ફરી તેમાં ચઢી પણ જાય છે. આ સફર દરમિયાન ટ્રેન ઘણાં સ્ટેશનો પર ઉભી પણ રહે છે.
બ્રિટીશ સમય દરમિયાન થયો હતો નિર્માણ
અંગ્રેજોના સમયમાં નીલગિરી માઉન્ટેન રેલ્વે શરુ કરવામાં આવ્યું હતું. તે સમયે અંગ્રેજો આ ટ્રેનમાં ઉંટી અને તેના આસપાસના રમણીય દ્રશ્યોનો આનંદ માંણતા હતા. આ ટ્રેન આજના આધુનિક યુગમાં પણ તે જ સમયના વરાળ એન્જીન દ્વારા ચલાવવામાં આવે છે જેનાથી દેખાતા દ્રશ્યો વધારે મનમોહક લાગે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LQVMqcA

0 Comments