Image: Twitter ( ISRO Spaceflight)



અમદાવાદ, 26 જાન્યુઆરી 2023  

ઈસરો શનિવારે એટલે કે 28 જાન્યુઆરીએ એક એવું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે જે ભારતના ટેકનોલોજી ક્ષેત્રે અને સુરક્ષાને લઈને ખુબ મહત્ત્વપૂર્ણ છે. એકદમ હોલીવુડની ફિલ્મ ટ્રાન્સફોર્મરના રોબોટ જેવું. આ સેટેલાઈટ લોન્ચ કરવા ઉપરાંત જાસુસી કે હમલો કરવા માટે પણ ઉપયોગમાં લઇ શકાશે. આનાથી દુશ્મનોના સેટેલાઈટ પણ ઉડાવી શકાશે. 

ઈસરો શનિવારે એટલે કે 28 જાન્યુઆરીએ રીયુઝેબલ લોન્ચ વેહિકલ RLVના લેન્ડીંગનુ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. આ જાણકારી ઈસરો ચીફ ડૉ. એસ સોમનાથે આપી છે, આ એક સ્વદેશી સ્પેસ શટલ છે જેને ઓર્બીટલ રી-એન્ટ્રી વેહિકલ ORV પણ કહેવામાં આવે છે. લેન્ડીંગ પહેલા એક નાના રોકેટ અથવા હેલીકોપ્ટરથી તેને જમીનથી લગભગ ૩ કિલોમીટર અથવા તેથી ઉપર લઇ જઈ જવામાં આવશે અને પછી તે જાતે નીચે આવીને ઓટોમેટીક લેન્ડીંગ કરશે. જો આ એક્સપિરીમેન્ટમાં ઈસરો  સફળ થશે તો ભારત અંતરીક્ષમાં માત્ર સેટેલાઈટ જ લોન્ચ નહિ કરી શકે પરંતુ ભારત તેની સુરક્ષામાં પણ એક કદમ આગળ વધારી શકશે. કારણકે આવી ટેકનોલોજી નો  ફાયદો અમેરિકા, રશિયા અને ચીન પણ ઉઠાવવા માંગે છે. આ યાનની મદદથી દુશ્મનના સેટેલાઈટ પણ ઉડાવી શકાય છે. 

આ વિમાનની મદદથી ડાયરેક્ટ એનર્જી વેપન DEW પણ ચલાવી શકાય છે. એટલે કે ઉર્જાથી જ સંચારના સાધનનો, વીજળીનો ગ્રિડ કે પછી કોમ્પ્યુટર સિસ્ટમને નષ્ટ કરી શકાય છે. અને આ દુશ્મનની હદમાં જઈને પણ આ યાનની મદદથી કરી શકાશે. 

ઈસરોનો ઈરાદો વર્ષ 2030 સુધીમાં  આ પ્રોજેક્ટને સફળ બનાવવાનો છે જેથી કરીને વારંવાર રોબોટ બનાવવાના  ખર્ચમાંથી બચી શકાય. આ સેટેલાઈટને અંતરીક્ષમાં છોડી દીધા પછી તે જાતે પાછું આવી જશે અને થોડા મેન્ટેનન્સ બાદ તેને ફરી  સેટેલાઈટ લોન્ચ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે, આનાથી સ્પેસ મિશનના ખર્ચમાં ઓછામાં ઓછો 10 ગણો ઘટાડો થશે. 

રીયુઝેબલ લોન્ચ વેહિકલના અતિ આધુનિક અને તેનું  આગામી વર્ઝન એવું હશે કે  તે લોકોને પણ અંતરીક્ષમાં લઈ  જઈ શકશે. આવા સ્પેસ શટલનુ નિર્માણ કરવાવાળા દેશોમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ, ચીન અને જાપાનનો સમાવેશ થાય છે. રશિયાએ લગભગ 1989માં આવા એક સ્પેસ શટલનુ નિર્માણ કર્યું હતું જેનો  માત્ર એકવાર જ ઉપયોગ થયો છે. અત્યારે જે સ્પેસ શટલ બનાવવામાં આવી રહ્યું છે તે પોતાના ઓરીજીનલ ફોર્મેટથી લગભગ 6 ગણું નાનું છે. બધા ટેસ્ટ સફળ થયા બાદ તેનો અસલી આકાર બનવવામાં આવશે. 

6 વર્ષ પહેલા 2016માં રીયુઝેબલ લોન્ચ વેહિકલની ટેસ્ટ ફ્લાઈટ થઈ હતી. ત્યારે તેને એક રોકેટની ઉપર લગાવીને અંતરીક્ષમાં છોડવામાં આવ્યું હતું, લગભગ 65 કિલોમીટર સુધી લઈ જવાયું હતું. આ એક હાયપરસોનિક ઉડાન હતી જેનો અવાજ તેની ગતિ કરતા પાંચ ગણો વધારે હતો. ત્યારબાદ તે 180 ડિગ્રી પર ફરીને પાછુ આવ્યું હતું. 6.5 મીટર લાંબા આ સ્પેસક્રાફ્ટનુ વજન 1.75 ટન છે , ત્યારબાદ તેને બંગાળની ખાડીમાં ઉતારવામાં આવ્યું હતું. 

RLVનુ  અત્યારે જે પરીક્ષણ થવાનું છે તેને આ સ્પેસક્રાફ્ટ પોતે જ નેવિગેટ કરશે, જાતે જ ગાઈડ કરશે અને તેના બાદ કર્નાટકના ચલ્લાકરમાં સ્થિત ડિફેન્સ રનવે પર લેન્ડ કરશે. આનું એયરફ્રેમ પણ ઈસરોએ તૈયાર કર્યું છે, જે પૂરી રીતે સ્વદેશી છે અને તેની દરેક રીતે જાંચ થાય તે જરૂરી છે. 

RLV બે સ્ટેજનુ એયર ક્રાફ્ટ છે , પહેલું રીયુઝેબલ પાંખોવાળું ક્રાફ્ટ જે ઓર્બીટમાં જશે જેની નીચે એક રોકેટ હશે જે તેને એ ઓર્બીટ સુધી પહોચાડશે. એક વાર ઓર્બીટમાં પહોચ્યા પછી સ્પેસક્રાફ્ટ અંતરીક્ષમાં સેટેલાઈટને  મુકીને પાછું આવશે. આનો ઉપયોગ રક્ષા સંબંધી કાર્યોમાં પણ થઈ શકશે. અંતરીક્ષમાંથી જ દુશ્મન પર આક્રમણ પણ થઈ શકશે.     


     
Image: Twitter (ISRO)



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/OoHrtsW