
અમદાવાદ , 27 જાન્યુઆરી 2023 ગુરુવાર
હાલમાં ગુગલે નવા ફેરફાર જાહેર કર્યા છે. CCI એટલે કે Competition Commission of India મુજબ ગુગલ કંપની એડવરટાઈઝમેન્ટ માર્કેટમાં પોતાની મોનોપોલી જમાવી રહી છે. જેના કારણે હવે એનડ્રોઈડ ફોન બનાવનાર કંપની નક્કી કરશે કે ગુગલ એનડ્રોઈડમાં પ્રી ઇન્સ્ટોલ હશે કે નહી. કારણકે
જ્યારે તમે નવો એનડ્રોઈડ ફોન ખરીદો છો ત્યારે ગુગલ અને ગુગલનાં એપ્સ એટલે કે જી-મેઈલ , ડ્રાઈવ, ગુગલ મેપ્સ અને ડોક્યુમેન્ટ પહેલેથી જ ઇન્સ્ટોલ હોય છે. પ્રી ઇન્સ્ટોલ નાં કારણે ફોન યુઝર્સ પ્રી ઇન્સ્ટોલ એપની અજાણ્યે આદત પડી છે. પરિણામે ગુગલ જેવી કંપની વર્ષમાં ૧૩ હજાર કરોડથી વધુ માત્ર ભારતમાંથી કમાણી કરે છે. ગુગલની આ પ્રકારની મોનોપોલીનાં કારણે અન્ય કંપની બજારમાં ટકી શકતી નથી. આથી આવનારા સમયમાં એનડ્રોઈડ ફોનમાં ગુગલ એપ પહેલેથી ઇન્સ્ટોલ ન હોય એવું પણ બની શકે છે.
શા માટે ગુગલ ભરશે દંડ ?
ગુગલ એ એનડ્રોઈડ ફોન બનાવનાર કંપની સાથે શરત રાખી હતી . જો ગુગલના બધી એપ્લીકેશનને એનડ્રોઈડમાં પ્રી ઇન્સ્ટોલ કરી રાખવામાં આવશે, તો જ ગુગલ પોતાની એન્ડ્રોઈડ ઓપરેટીંગ સીસસ્ટમ મેન્યુફ્ક્ચરરને (એનડ્રોઈડ ફોન બનાવાનર કંપની ) આપશે. ગુગલની આ શરતથી CCIનાં કાયદાનો ભંગ થાય છે. ગુગલે પોતાના વર્ચસ્વનો દુરપયોગ કર્યો છે જેથી આશરે 950 કરોડનો દંડ CCI દ્રારા ફટકારવમાં આવ્યો છે. અમેરિકામાં પણ મોનોંપોલીના કારણે ગુગલ સામે 140 પન્નાની ફરિયાદ કરવામાં આવી છે. ગુગલનાં સર્ચ એન્જીનએ પોતાના વર્ચસ્વથી ડિજીટલ Advertisment માર્કેટમાં પ્રતિસ્પર્ધાને હટાવી દીધા છે.
ગુગલની અધધ કમાણી:
ભારતમાં ગુગલે 2020 -2021માં 13886 કરોડની કમાણી કરી હતી. દર વર્ષે 21 ટકાનાં દરથી આ કમાણીમાં વધારો થઇ રહ્યો છે. ગુગલના મોબાઈલ સર્ચ એન્જિનનો માર્કેટમાં શેર 2018 માં 97.7 % થી 2021 માં 99.65 % વધારો થઇ રહ્યો છે.
એન્ડ્રોઈડ યુઝર્સ પર શુ થશે અસર ?
દેશમાં 97% મોબાઈલ યુઝર્સ એન્ડ્રોઈડ ફોન વાપરે છે. આ નિર્ણય બાદ યુઝર્સ પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તે સર્ચ એન્જિન ફોનમાં રાખી શકે છે. હવે ,તમે જયારે પણ નવો એનડ્રોઈડ ફોન કે ટેબ્લેટ ખરીદો તે સમયે સ્ક્રીન પર સર્ચ અન્જિન માટે ઓપ્શન જોવા મળશે. એન્ડ્રોઈડ ફોનમાં આ નવા ફેરફાર એક મહિના પછી થશે. જો કે એપલ કંપનીમાં ગુગલ પ્રી-ઇન્સ્ટોલ હોતી નથી તે પોતાના સફારી પર ચાલે છે તેવી રીતે જ આગામી સમયમાં એન્ડરોઈડ ફોન કંપનીઓ સ્વદેશી ઓપેરેટીંગ સિસ્ટમનો વપરાશ કરી શકશે.
CCI શુ છે?
CCI એટલે Competition Commission of India . CCIનુ મુખ્ય કામ છે ભારતમાં ગ્રાહકોના હિતમાં નિર્ણય કરવા . ભારતની બજાર વેપારી મુક્તપણે વેપાર કરી શકે. CCI એ ભારતના બજારમાં અયોગ્ય પ્રેક્ટીસને અટકાવવાનું કામ કરે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QH8rNu6
0 Comments