Image : envato

હાલના સમયમાં ઈન્ટરનેટ આપણા જીવનમાં મહત્વની જરૂરીયાત થઈ ગઈ છે. સમયની સાથે ઈન્ટરનેટનો વપરાશ કરનાર લોકો વધી રહ્યા છે. આ સાથે ઈન્ટરનેટ પર થતા ક્રાઇમની સંખ્યા પણ વધી રહી છે. ઈન્ટરનેટના ઉપયોગ દરમિયાન હેકિંગથી બચવા માટે અમુક બાબત પર ધ્યાન રાખવાથી હેકિંગના કારણે થતા નુકસાનથી બચી શકાય છે.   

દેશમાં અને વિશ્વમાં ઇન્ટરનેટ વપરાશ કર્તા હેકિંગના શિકાર બને છે. રોજબરોજ હેકિંગના બનાવો વધી રહ્યા છે. હાલમાં જ એક વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાંથી માત્ર 30 મિનીટમાં 37 લાખ રૂપિયા ઉડી ગયા હતા. ચોકાવનારી બાબત એ છે આ વ્યક્તિએ OTP કે બેંકની માહિતી કોઈની પણ સાથે શેર કરી ન હતી. આ બાબત અંગે તે વ્યક્તિએ બેન્કમાં પૂછપરછ કરી ત્યારે બેન્કના કર્મચારીએ જણાવ્યું હતું કે હેકર્સ દ્વારા તેમનું બેંક એકાઉન્ટ ડીફ્રોડ કરવામાં આવ્યુ છે. 

આ પાંચ ટીપ્સ અજમાવો જેથી હેકર્સ ડિવાઈઝને હેક નહી કરી શકે 

1. ઈન્ટરનેટ બ્રાઉસરને અપડેટ કરતા રહો

આ પાંચ મહત્વની ટીપ્સમાં સૌથી પહેલા તમારા ઈન્ટરનેટ બ્રાઉસરને અપડેટ રાખો. ડિવાઈસને વધુ સુરક્ષીત બનાવા માટે કંપની બ્રાઉસરને અપડેટ કરવાનો ઓપ્સન આપે છે. બ્રાઉસરને અપડેટ કરવાથી તમારી પર્સનલ માહિતી લીક થવાની સંભાવના ઓછી રહે છે. 

2. સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો

કોઈપણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ, ઈ-બેન્કિંગ એકાઉન્ટના પાસવર્ડ હમેંશા સ્ટ્રોંગ રાખવા જોઈએ જેથી હેકિંગનો ખતરો ઓછો રહે છે. ઘણી વખત યુઝર્સ સરળતાથી યાદ રહી જાય તે માટે કોમન પાસવર્ડ રાખે છે. જો કે આવા કોમન પાસવર્ડ રાખવાની ભુલ ભારે પણ પડે છે. આ પાસવર્ડ સહેલાઈથી હેક કરી શકાય છે. આ માટે બને ત્યાં સુધી કોમન પાસવર્ડ રાખવાનું ટાળવુ જોઈએ.

3. સિક્યોરીટી એનહાન્સમેન્ટ 

તમને ક્રોમમાં કેટલાક ખાસ સિક્યોરીટી ઓપ્સન મળે છે. તમે વધારે સારી સિક્યોરીટી માટે 'એનહાન્સમેન્ટ સેફ બ્રાઉન્ઝીંગ' પ્રોટેક્શનને ઓન કરી શકો છો. આ ઓપ્સન તમને ખતરનાક વેબસાઈટ માટે વધારે સિક્યોરીટી આપે છે. 

4. ડાઉનલોડિંગ વોર્નિગમાં પણ ધ્યાન આપવું 

ઘણીવાર કેટલીક ફાઈલો ક્રોમમાં ડાઉનલોડ કરતા સમયે વોર્નિંગનો મેસેજ દેખાઈ છે. જો તમને પણ આ રીતની કોઈ વોર્નિંગ મળે તો તેને ઇગ્નોર કરવી નહીં. જો તમે આવી વોર્નિંગને ઈગ્નોર કરીને કોઈપણ ફાઈલને ડાઉનલોડ કરો છો તો તમારા ફોન અથવા પીસીમાં વાઈરસ આવી શકે છે.

5.   2 સ્ટેપ વેરીફીકેશન 

ઓનલાઈન લોગઈનને 2 સ્ટેપ વેરીફીકેશન વધુ સિક્યોર રાખે છે. કોઈપણ અન્ય વ્યક્તિ તમારા બેંક, જી-પે અને સોશિયલ નેંટવર્કિંગ જેવા એકાઉન્ટમાં લોગ ઇન કરે ત્યારે તે જ સમયે તમને નોટીફિકેશન આવે છે. ઓનલાઈન બાબતે સિક્યોરીટીને વધુ સારી કરવા માટે 2 સ્ટેપ વેરીફીકેશનને એક્ટીવ રાખવું જોઈએ. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BUAxD2u