![]() |
| Image Twitter |
નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2023, સોમવાર
દેશ વિદેશમાં ટેકનોલોજી રોજે રોજ કાંઈક નવુ લાવી રહી છે. એવામાં ઈઝરાયેલ દ્વારા અત્યારે એક વિશેષ પ્રકારની ઈલેક્ટ્રિક કાર બનવવામાં આવી રહી છે. આ કારની ખાસિયત એ છે કે તમે તેને ફોલ્ડ કરી ગમે તે જગ્યા પર લઈ જઈ શકો છો અને તેનુ વજન પણ માત્ર 450 કિલોગ્રામ છે એટલે ક્યાય પણ લઈ જવામાં પણ સરળતા પડે તેવી આ કારની રચના કરવામાં આવી છે. ઈઝરાયેલ દ્વારા તૈયાર થતી આ કાર ટુંક સમયમાં જ બજારમાં આવવાની તૈયારીમાં છે.
આ કારને તમે ફોલ્ડ કરી ગમે તે જગ્યા પર લઈ જઈ શકો છો
ઈઝરાયેલમાં તૈયાર થઈ રહેલ આ મિની ઈલેક્ટ્રિક CT-2 થોડા જ સમયમાં બજારમાં આવવાની તૈયારીમાં છે. શરુઆતમાં આ કાર યુરોપની બજારમાં ઉતારવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર આગામી 2024 સુધી તેને માર્કેટમાં ઉતારવાની યોજના છે. આ કારની વિશેષતા એ છે કે તમે તેને ફોલ્ડ કરી ગમે તે જગ્યા પર લઈ જઈ શકો છો અને તેનુ કદ ખૂબ નાનુ છે. તેમજ તેની ડિઝાઈન પણ ખુબ આકર્શક છે. આ કારની લંબાઈ 2500 mm છે જ્યારે તેની પહોળાઈ 1400 mm છે. અને તેની ઉંચાઈ 1580 mm છે. તેમા એક સિંગલ સીટ આપવામાં આવી છે. અને પાછળના ભાગે લગેજ રાખવા માટે નાની જગ્યા પણ આપવામાં આવી છે.
કાર 90 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર દોડી શકે છે
આ કારનુ વજન માત્ર 450 કિલોગ્રામ છે. તેમાં 4.5 KWની ક્ષમતા વાળા બે ઈલેક્ટ્રીક મોટર આપવામાં આવી છે. આ કાર 90 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર દોડી શકે છે. આ ઉપરાંત તે સિંગલ ચાર્જમાં 180 કિલોમીટર દોડી શકે છે. અને હાલમાં આ CT-2કારની કિંમત 16000 યુરો એટલે ભારતમા લગભગ 14.20 લાખ રુપિયાની ગણવામાં આવે છે.
આ મિની ઈલેક્ટ્રિક માત્ર 100 સેન્ટીમીટરની જગ્યામાં સરળતાથી પાર્ક કરી શકાશે
કંપનીનું કહેવુ છે કે વધતા ટ્રાફિક અને ભારે ભીડમાં આ કાર મહત્વની સાબિત થઈ શકે છે. અને તે મિની ઈલેક્ટ્રિક માત્ર 100 સેન્ટીમીટરની જગ્યામાં સરળતાથી પાર્ક કરી શકાશે. આ સાથે તેમાં બેટરી DC ચાર્જર સાથે તે 1 કલાકમાં ફુલ ચાર્જ થઈ જશે. કંપનીએ કાર વિશે જાણકારી આપતા કહ્યુ હતુ કે, આ કાર માટે કંપનીએ અત્યાર સુધી 20 મિલિયન ડોલર લગાવી ચુકી છે. અને શરુઆતમાં તે દર વર્ષે 15000 કાર તૈયાર કરશે. જો કે કંપનીએ તેના પ્લાન્ટ વિશે હાલમાં કોઈ જાણકારી આપી નથી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/OSL157N

0 Comments