અમદાવાદ, 31 જાન્યુઆરી 2023  

જો તમે પણ કાર લેવાનું વિચારી રહ્યા છો કે તમારી પાસે પણ કાર છે તો તમને પણ એ પ્રશ્ન થતો હશે કે  યલો કે વ્હાઈટ ક્યા કલરની લાઈટ રહેશે બેસ્ટ??

તમે ઘણા સમયથી એ વાત નોટ કરી છે કે પહેલા ગાડીઓમાં મોટા ભાગે પીળા રંગની હેડ લાઈટ જોવા મળતી હતી, પરંતુ છેલ્લા કેટલાય ટાઈમથી તમે જોયું હશે કે હવે ગાડીમાં સફેદ રંગની હેડ લાઈટ આવે છે.તો એનું કારણ એ છે કે હાલમાં જ ભારત સરકારે ગાડીની લાઈટને લઈને નિયમોમાં અમુક બનાવ્યા છે, જેમ કે ઘણા વેહીકલોમાં સફેદ  લાઈટ સતત ચાલુ રહેતી હોય છે. ત્યારે ચાલો જાણીએ  કે આ બંને લાઈટના ફાયદા અને નુકસાન શુ છે? 

આજકાલ દરેક ગાડીમાં સરકારી નિયમોને અનુસરીને સફેદ કલરની હેડ લાઈટ આપવામાં આવે છે, આ વ્હાઈટ એલઈડી લેમ્પમાં વીઝીબિલીટી વધારે આવે છે, અને તે LED હોવાને લીધે  તેનો પ્રકાશ પણ દુર સુધી જાય છે. 

જો કે અમુક ગાડીઓમાં હજુ પણ યલો કલરની લાઈટનો ઉપયોગ થાય છે, જો કે આ જૂની ટેકનોલોજી છે પણ તેના પણ અમુક ફાયદા છે, પીળી લાઈટ ધુમ્મસ હોય ત્યારે અને તેવી જગ્યાએ વધુ કામમાં આવે છે, ધુમ્મસના સમયે પીળી લાઈટની મદદથી સામેથી કોઈ ગાડી આવી રહી હોય તો તેની જાણ આસાનીથી થઈ શકે છે., 

જો કે જે  ગાડીમાં સફેદ લાઈટ હોય છે તેમાં ધુમ્મસમાં સામેથી આવતી ગાડી જોવી થોડું અઘરું થઇ શકે છે.. તો પીળી લાઈટનો પ્રકાશ સીધો આંખોને આંજી દેતો હોય છે..



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bef2ZPR