
સાતેક વર્ષ પહેલાં બનેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની ઓપનએઆઈ રિસર્ચ લેબોરેટરીએ ચેટજીટીપી ચેટબોટનું સર્જન કર્યું છે. નવેમ્બર-૨૦૨૨માં આ ચેટબોટ લોંચ કર્યા બાદ દુનિયાભરમાં તેની ચર્ચા શરૂ થઈ છે. ચેટજીપીટીનું આખું નામ છે ચેટ જનરેટિવ પ્રી-ટ્રેઈન્ડ ટ્રાન્સફોર્મર.
લાર્જ લેંગ્વેજ મોડેલ આધારિત બનેલા આ ચેટબોટથી મોટું પરિવર્તન આવશે એમ મનાઈ રહ્યું છે. આ રિઅલ ટાઈમ ચેટબોટ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સથી સજ્જ છે અને ડેટાબેઝના આધારે તુરંત જવાબો આપી શકે છે. ભવિષ્યમાં ચેટજીપીટી સર્ચ એન્જિન ગૂગલને રિપ્લેસ કરી દેશે એવી પણ અટકળો થઈ રહી છે
તેને અત્યાર સુધીનો સૌથી બુદ્ધિશાળી ચેટ રોબોટ કહેવામાં આવે છે! માઈક્રોસોફ્ટે ચેટજીપીટી બનાવનારી કંપની ઓપનએઆઈમાં એક અબજ ડોલરનું રોકાણ કર્યું છે. માઈક્રોસોફ્ટ તેની પ્રોડક્ટમાં ચેટજીપીટીને સામેલ કરે એવા આયોજનો પણ થઈ રહ્યા છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/AUcgKLx
0 Comments