તા. 8 જાન્યુઆરી 2023, રવિવાર 

માઇક્રોવેવ આજકાલ ખુબ કોમન રીતે વપરાશમાં લેવાતું યુટીલીટીનું સાધન બની ગયું છે, આજકાલ દરેક ઘર કે ઓફિસમાં જમવાનું ગરમ કરવા માટે કે કોઈ વસ્તુ બનાવવા માઇક્રોવેવનો વપરાશ સામાન્ય થઈ ગયો છે. ફ્રિજમાં મુકેલું ખાવાનું માઈક્રોવેવ સેકન્ડોમાં ગરમ કરીને ફરી તાજા જેવું બનાવી દે છે. કેક બેક કરવાથી લઈને, ગેસ પર બનતી વાનગી પણ હવે માઈક્રોવેવમાં સરળતાથી બની જાય છે ત્યારે માઇક્રોવેવમાં ક્યા વાસણનો ઉપયોગ હાનીકારક નીવડી શકે છે તે જાણવું ખુબ જરૂરી છે. સ્ટીલ, એલ્યુમિનીયમ કે પ્લાસ્ટિક જે માઈક્રોવેવ પ્રુફ ન હોય એવા મેટલનો ઉપયોગ હાનિકારક નીવડી શકે છે. 

કઈ રીતે કામ કરે છે માઇક્રોવેવ? 

માઈક્રોવેવ ઓવન ધાતુમાંથી બને છે અને તે ઈલેક્ટ્રીસીટીની મદદથી ચાલે છે. તેની અંદર એક નાનું ટ્રાંસમીટર હોય છે જે ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ તૈયાર કરે છે અને આ ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ માઈક્રોવેવમાં રેડિએશન ઉત્પન્ન કરી છે જેના લીધે ખાવાનું ગરમ કરે છે.

ઓવનમાં ક્યાં મેટલનો ઉપયોગ ટાળવો જોઈએ?

તમે નોટીસ કર્યું હશે કે ઓવનમાં જમવાનું ગરમ કરવા માટે મોટા ભાગે કાચ, માટી કે તૂટે નહી તેવા પ્લેટ કે બાઉલનો જ ઉપયોગ  કરવામાં આવે છે. માઇક્રોવેવ સાથે ખાસ સુચના આપવામાં આવે છે કે તેમાં સ્ટીલ કે એલ્યુમીનીયમ કે અન્ય કોઈ મેટલના વાસણનો ઉપયોગ ટાળવો જોઈએ. શું તમે વિચાર્યું છે કે આની પાછળનું અસલી કારણ શું હોઈ શકે?? 

ઓવનમાં મેટલનો યુઝ ખતરનાક: 

જોઈ પણ મેટલએ વિદ્યુતનું સુવાહક હોય છે જેનાથી આગ લાગવાના કે સ્પાર્ક થવાના ચાન્સીસ વધી જાય છે, ઓવનમાં એલ્યુમિનીયમ ફોઈલનો વપરાશ પણ ટાળવો જોઈએ. અમુક લોકો પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ કરે છે જેનાથી કેન્સર થવાના ચાન્સ રહેલા છે. એટલે તમારુ અને તમારા પરિવારના સ્વાસ્થયનું ધ્યાન રાખવા માટે માઈક્રોવેવ ઓવનમાં માત્ર કાચના કે પછી માઈક્રોવેવ પ્રુફ વાસણ જ વાપરવા જોઈએ.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/YLqKk8A