![]() |
| Image Envato |
તા. 27 જાન્યુઆરી 2023, શુક્રવાર
ભારત દિવસેને દિવસે ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યુ છે. ઓટો મોબાઈલ ઈન્ટસ્ટ્રીઝની મોટી કંપની મારુતી સુઝુકી હવે એક એવી ટેકનોલોજી પર કામ કરી રહી છે કે ભવિષ્યમાં પેટ્રોલ, ડીઝલ કે CNG કે બેટરીની જરુર નહી પડે. મારુતી સુઝુકી હવે આવનારા સમયમાં ગાયના છાણમાંથી ચાલતી કાર પર કામ કરી રહી છે. હવે ગાયના છાણથી ચાલતી કાર બજારમાં આવી જશે. એક બાજુ કંપની 2030 સુધીમાં 6 નવી ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરવા જઈ રહી છે. તો આ બાજુ એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટમાં ગાયના છાણમાથી ચાલતી કાર બનાવવામાં આવી રહી છે.
બાયોગેસના નિર્માણ માટે ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવશે
દેશમાં વધતા પ્રદુષણ અને મોઘી ટેકનોલોજીથી છુટકારો મેળવવા માટે કંપનીએ આ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ માટે કંપની બાયોકેશનો ઉપયોગ કરશે. અને આ બાયોગેસના નિર્માણ માટે ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવશે. દેશમાં મોટા ભાગે દરેક ગામડાઓમાં ડેરીઓ પર્યાપ્ત માત્રામાં ઉપલ્બધ છે. જેથી કરીને બાયોગેસ માટે છાણ મેળવવું આસાન થઈ જશે અને બાયોગેસ પ્લાન્ટમા સફળતા મળી શકશે.
અત્યારે દેશમા અત્યારે 70 ટકા કાર સીએનજી પર ચાલે છે
એક રિપોર્ટ મુજબ ભારતના ઓટોમોબાઈલ્સ માર્કેટમાં સીએનજી કારનો હિસ્સો લગભગ 70 ટકા છે. એટલે કે દેશમા અત્યારે 70 ટકા કાર સીએનજી પર ચાલે છે. આવામાં જો બાયોગેસને સીએનજીની ઓપશનમાં લાવી શકાય તો આ બહુ ફાયદાવાળી વાત થશે. સુઝુકી એવી જ એક ટેકનોલોજી પર કામ કરી રહી છે. અને તેના માટે નવી ટેકનોલોજી ડેવલપ કરી રહી છે. આ ઉપરાંત સુઝુકી બાયોગેસના આ પ્રોજેક્ટ આફ્રિકા, આસિયાન અને જાપાન સહિત અનેક દેશમાં મુકવા વિચારી રહી છે.
સુઝુકીએ ભારત સરકારના નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ અને બનાસ ડેરી સાથે એમયોયુ કર્યા
કંપનીએ આપેલી માહિતી પ્રમાણે ભારતમાં બાયોગેસ કાર્બન એમિશનને ઓછુ કરવામાં તો મદદરુપ થાય જ છે પરંતુ આ સાથે સાથે આર્થિક વિકાસને પણ મજબુત કરવાનું પણ કામ કરે છે. આ સાથે ગ્રામીણ ક્ષેત્રે પણ મોટુ યોગદાન રહેશે. કંપનીએ વધુ જણાવતા કહ્યુ હતુ કે સુઝુકીએ ભારત સરકારના નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ અને બનાસ ડેરી સાથે એમયોયુ પણ કર્યો છે. આ સાથે ટેકનોલોજી ડેવલપમેન્ટ માટે કંપનીએ જાપાનમાં ગાયના છાણમાથી ઉત્પાદન કરતી કંપની ફુઝિસન અસાગિરી બાયોગેસમાં રોકાણ પણ કર્યુ છે. તેમની સાથે મળી આ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zC8Kfnk

0 Comments