નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી 2023 મંગળવાર

વૈજ્ઞાનિક નરક ગ્રહ પર સંશોધન કરી રહ્યા છે. જેની પર વાદળોમાંથી લાવા વરસે છે. જે પીગળેલા ધાતુઓનો મહાસાગર છે અને આ ગ્રહનો મુખ્ય ભાગ હીરાઓથી ભરેલો છે. સંશોધકોનું કહેવુ છે કે આ ગ્રહ હંમેશાથી આટલો ભયાનક નહોતો પરંતુ સૂર્ય આને પોતાની તરફ ખેંચી રહ્યો છે. સૂર્યની નજીક જવા બાદથી આ ગ્રહ ખૂબ ગરમ થઈ ગયો.

આ ગ્રહનું નામ 55 કૈનરી ઈ (55 Cancri e) છે અને આનુ ઉપનામ 'જેનસેન (Janssen)' રાખવામાં આવ્યુ છે. આ ગ્રહ આપણાથી 40 પ્રકાશ-વર્ષ દૂર છે. પૃથ્વી સૂર્યની પરિક્રમા જેટલી નજીકથી કરે છે. આ પોતાના તારા કોપરનિકસની પરિક્રમા પૃથ્વીથી 70 ગણા નજીકથી કરે છે, આનો અર્થ છે કે આનું એક વર્ષ માત્ર 18 કલાકનું હોય છે.

જેનસેન હંમેશાથી આવો નહોતો. આ ગ્રહ એક બાઈનરી પેયરના ભાગ તરીકે એક લાલ ડ્વાર્ફ તારાની સાથે કોપરનિકસની પરિક્રમા કરે છે. ડ્વાર્ફ તારા નજીક ચાર અન્ય ગ્રહ પણ છે અને જો આ ગ્રહ હંમેશા ગરમ રહ્યો તો હોઈ શકે છે કે કોપરનિકસ, લાલ ડ્વાર્ફ અને જેનસેનની સાથી ગ્રહોના ગુરુત્વાકર્ષણમાં પરિવર્તન બાદ જ ગ્રહની સ્થિતિ આટલી ખરાબ થઈ હોય.

એક રિસર્ચ અનુસાર આ મલ્ટી-પ્લેનેટ-સિસ્ટમ આ સ્થિતિમાં કેવી રીતે આવ્યો. સંશોધનકર્તા આની પર શોધ કરવા ઈચ્છતા હતા જેથી એ જાણ થઈ શકે કે આના ગ્રહ કેવી રીતે વિકસિત થયા અને આ આપણા ફ્લેટ, પેનકેક જેવા સૌર મંડળથી અલગ કેવી રીતે છે.


આ સિસ્ટમના અભ્યાસ માટે સંશોધનકર્તાઓએ એરિજોનામાં લોવેલ ડિસ્કવરી ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો. આનાથી પ્રકાશના સ્તરમાં આવેલા સામાન્ય પરિવર્તનને માપવામાં આવ્યો. કારણ કે જેનસેન ગ્રહ, કોપરનિકસ અને પૃથ્વીની વચ્ચે આવી ગયો હતો. કોપરનિકસ પણ સ્પિન કરી રહ્યો હતો તેથી વૈજ્ઞાનિકોએ ટેલિસ્કોપના એક્સટ્રીમ પ્રિસિજન સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કર્યો અને એ જાણકારી મેળવી કે કોઈ પણ સમય, ગ્રહ તારાના કયા ભાગને રોકી રહ્યો છે.

આનાથી વૈજ્ઞાનિક કોપર્નિકસની ભૂમધ્ય રેખાની ચારેતરફ ગ્રહની અસામાન્ય રીતે નજીકની કક્ષાને રિકન્સ્ટ્રક્ટ કરી શકે. તેમને લાગે છે કે સિસ્ટમમાં ગુરુત્વાકર્ષણના મિસલિગ્ન્મેન્ટ બાદ આ સૂર્ય નજીક ખેંચાયો. આ સોલર સિસ્ટમમાં અન્ય ગ્રહોની તુલનામાં એક અજીબ ઓર્બિટ છે જેની ઓર્બિટ કોપરનિકસ અને પૃથ્વીની વચ્ચેથી ક્રાસ પણ કરતી નથી. 

ખગોળભૌતિકવિદોનું કહેવુ છે કે તેઓ આપણા જેવા ગ્રહોની શોધ માટે પોતાની શોધનો વિસ્તાર કરવા ઈચ્છે છે. સાથે જ એ જાણવા ઈચ્છે છે કે તે કેવી રીતે વિકસિત થયા.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Wr43nN9