નવી દિલ્હી,તા. 17 ફેબ્રુઆરી 2023,શુક્રવાર 

કહેવાય છે કે, મનુષ્ય પહેલા ડાયનાસોર પૃથ્વી પર રાજ કરતા હતા.આજે પણ સદીઓ પહેલા આ જીવોના અસ્તિત્વના પુરાવા પૃથ્વી પર જોવા મળે છે.ઘણા ડાયનાસોર ખૂબ જ શાંત સ્વભાવના હતા, પરંતુ કેટલાક ડાયનાસોર ખૂબ જ ખતરનાક પ્રકારના હતા. 

મળતી માહિતી પ્રમાણે વર્ષ 2021માં ઉત્તરી ઈંગ્લેન્ડમાં એક ખૂબ જ મોટી થેરોપોડ ફૂટપ્રિન્ટ મળી આવી હતી, જેનો અભ્યાસ કર્યા પછી નિષ્ણાતો એ જે કહ્યું તે ચોંકાવનારુ છે. 

ફૂટપ્રિન્ટ લગભગ 3.3 ફૂટ લાંબો

સ્થાનિક પુરાતત્વવિદ્ મેરી વુડ્સે એપ્રિલ 2021માં દરિયા કિનારે શંખના છીપ એકઠા કરી રહ્યા હતા. ડાયનાસોરના પુટપ્રિન્ટની ઠોકર વાગ્યા બાદ તેમણે જે જોયુ તેના પર તેમને વિશ્વાસ ન થયો. જે બાદ જીવાશ્મ સંગ્રાહકોની એક ટીમે આ ફુટપ્રિન્ટને રેસ્ક્યુ કર્યું. 

નિષ્ણાતોના પ્રમાણે યોર્કશાયરમાં અત્યાર સુધી મળેલા તમામ ફૂટપ્રિન્ટ્સમાં આ સૌથી મોટો છે. આ ફૂટપ્રિન્ટ લગભગ 3.3 ફૂટ લાંબો છે.

ફૂટપ્રિન્ટ અંગે સંશોધકોનું કહેવું છે કે, તે યોર્કશાયર કોસ્ટ પર મળી આવેલી રેકોર્ડબ્રેકિંગ ડાયનાસોર પ્રિન્ટ છે. આ ફૂટપ્રિન્ટ ત્યારે હશે જ્યારે ડાયનાસોર આરામ કરવા માટે અહીં રોકાયો હશે.

હાલમાં આ ફૂટપ્રિન્ટ તે 166 મિલિયન વર્ષ જૂનું જણાવવામાં આવી રહ્યું છે. આ ફૂટપ્રિન્ટ રોબ ટેલર અને મેરી વુડ્સ દ્વારા વર્ષ 2021માં બર્નિસ્ટન ખાડીના બીચ પર મળી આવી હતી. ફૂટપ્રિન્ટનો અભ્યાસ કર્યા પછી, ટીમ એવા તારણ પર આવી કે, તે મેગાલોસોરસ જેવા વિશાળ માંસાહારી ડાયનાસોર દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે આ ફૂટપ્રિન્ટને શહેરના રોટુન્ડા મ્યુઝિયમમાં રાખવામાં આવશે.

મીડિયા સાથે વાત કરતા, માન્ચેસ્ટર યુનિવર્સિટીના વિજ્ઞાનિક ડૉ. ડીન લોમેક્સે જણાવ્યું હતું કે, "અદ્ભુત" શોધે માંસાહારી જાયન્ટ્સની વર્તણૂક પર પ્રકાશ પાડ્યો છે જેઓ એક સમયે પ્રદેશના દરિયાકાંઠે ફરતા હતા. ફૂટપ્રિન્ટ જોઈને એવું લાગે છે કે, તે એક મોટો શિકારી ડાયનાસોર હશે. ફૂટપ્રિન્ટનો અભ્યાસ કર્યા બાદ તેને જાહેર પ્રદર્શન માટે મુકવામાં આવશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7BGWRKj