![]() |
|
Image: Envato |
સ્માર્ટફોન આજકાલ દરેક લોકોની જરૂરિયાત બની ગયો છે. પણ શું તમે જાણો છો કે સ્માર્ટ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે તમે તમારી આંખની દ્રષ્ટિ પણ ગુમાવી શકો છો. તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
એક મહિલા લાંબા સમયથી વધારે પડતા સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતી હતી. તેના કારણે તેની આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી છે. કેસની સ્ટડી કરનારા ડોક્ટરે ખુદે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ રોગને સ્માર્ટફોન વિઝન સિન્ડ્રોમ કહેવામાં આવે છે. જો કે તેનાથી બચી પણ શકાય છે.
આ અંગે ડોક્ટરે એક પછી એક અનેક ટ્વિટ કરી હતી. ડોક્ટરે કહ્યું કે, જ્યારે મોડી રાતે તે મહિલા ઊઠે છે તો અચાનક જ તેને દેખાતું બંધ થઇ ગયું હોય છે. તેને વોશરૂમ સુધી પહોંચવામાં પણ તકલીફ થવા લાગી હતી. ડોક્ટર સુધીરકુમારે કહ્યું કે, આ મહિલાએ પછી ડોક્ટરનો સંપર્ક સાધ્યો હતો. આઈ સ્પેશિયાલિસ્ટે તેને કેટલાક ઉપાયો જણાવ્યા હતા જેના બાદ મહિલાને ફાયદો થયો હતો.
આ મહિલા દર્દીનું નામ મંજુ હતું. તેણે પોતાના દીકરાની સાર સંભાળ લેવા માટે પોતાની બ્યુટિશિયન તરીકેની નોકરી પણ છોડી દીધી હતી. ત્યાર પછી તેને આ પ્રકારની સમસ્યા સર્જાઈ હતી. તેણે જણાવ્યું કે તે કલાકો સુધી મોબાઈલ ફોન યુઝ કરતી રહેતી હતી. તેણે કહ્યું કે રાતે રૂમની લાઈટો બંધ થઈ જવા પછી પણ હું બે થી ત્રણ કલાક સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હતી જેના લીધે કદાચ મને આ આંખોની તકલીફ થઈ હતી.
આખો દિવસ સ્માર્ટફોન વાપરતા વપરાશકર્તાઓને સંદેશ આપતા મહિલાએ કહ્યું હતું કે, ડિજિટલ ઉપકરણોની સ્ક્રીનને લાંબા સમય સુધી એક નજરે જોવાનું ટાળો, કારણ કે તેનાથી તમારી દ્રષ્ટિને ખુબ નુકશાન થાય છે.
ડોક્ટરે જણાવ્યું હતું કે, "મોબાઈલ કે ડિજિટલ ઉપકરણોના ઉપયોગ કરતી વખતે 20-20-20નો નિયમ ઉપયોગ કરવો જોઈએ એટલે કે, કોઈ પણ ઉપકરણ 20 ફૂટ દૂર રાખીને દર 20 મિનિટે 20-સેકન્ડનો વિરામ લેવો જરૂરી છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bIwB9jz

0 Comments