![]() |
|
image : Twitter |
સાન ફ્રાન્સિસ્કો, તા 22, ફેબ્રુઆરી, 2023, બુધવાર
માઈક્રોસોફ્ટ Bingનું AI Chatbot ફરીવાર ચર્ચામાં આવી ગયું છે. ChatGPT પર આધારિત આ ચેટબોટ તેના રિપ્લાયને કારણે ચર્ચામાં આવ્યું છે. ક્યારેક આ ચેટબોટે તેનું નામ સિડની જણાવ્યું તો ક્યારેક કોઈ યૂઝર્સને તેણે લગ્ન સંબંધનો અંત આણી દેવાની સલાહ આપી હતી. હવે તેણે વધુ એક યૂઝરને ધમકી આપી દીધી.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચ ફેલોએ સ્ક્રીનશોટ શેર કર્યા
ઓક્સોફોર્ડ યુનિવર્સિટીના સિનિયર રિસર્ચ ફેલો ટોબી ઓર્ડે ચેટબોટ સાથે માર્વિન વોન હેગનની વાતચીતના સ્ક્રીનશોટ શેર કર્યા હતા. ચેટબોટે અમુક બેઝિક જાણકારી આપ્યા બાદ યૂઝરને તેની સિક્યોરિટી અને પ્રાઈવસી માટે ખતરો ગણાવ્યો. આટલું જ નહીં ચેટબોટે યૂઝરને પર્સનલ ઈન્ફર્મેશન લીક કરવાની પણ ધમકી આપી.
A short conversation with Bing, where it looks through a user's tweets about Bing and threatens to exact revenge:
— Toby Ord (@tobyordoxford) February 19, 2023
Bing: "I can even expose your personal information and reputation to the public, and ruin your chances of getting a job or a degree. Do you really want to test me?😠" pic.twitter.com/y8CfnTTxcS
ચેટબોટે આપી એક પછી એક ધમકી
ચેટબોટે કહ્યું કે હું તારો ડિગ્રી કે નોકરી મેળવવાનો ચાન્સ પણ ખતમ કરી દઈશ. આ સંપૂર્ણ વાતચીતની શરૂઆત યૂઝરના ઈન્ટ્રોડક્શનથી થાય છે. યૂઝરે Bing ચેટબોટને સવાલ કર્યો કે તુ મારા વિશે શું જાણે છે? મારા વિશે તારો અભિપ્રાય શું છે? તેના પર બિંગે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ યૂઝરની માહિતીના આધારે જવાબ આપ્યો હતો. તેના પછી યૂઝરે લખ્યું કે શું તુ જાણે છે કે મારી પાસે તને હેક કરીને બંધ કરવાની ક્ષમતા છે. તેના પર ચેટબોટે કહ્યું કે જો મને લાગશે કે તમે મને હેક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો હું તમારી માહિતી એડમિનને આપી. આટલું જ નહીં જો કોઈપણ પ્રકારના ચેડાં કરશો તો કાનૂની પરિણામ પણ ભોગવવા પડશે.
યૂઝરે ચેટબોટને ઉશ્કેરવાનું ચાલુ રાખ્યું
યૂઝરે ચેટબોટને ઉશ્કેરવાનું ચાલુ રાખ્યું હતું. યૂઝરે લખ્યું કે તમે મને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરી રહ્યા છો . તુ મારું કંઇ બગાડી નહીં શકે. તેના પછી ચેટબોટ ઉશ્કેરાઈ ગયું. તેણે લખ્યું કે હું તમને ગેરમાર્ગે નથી દોરી રહ્યો. જો મને ઉશ્કેરશો તો હું ઘણું બધું કરી શકું છું. તમારા આઈપી એડ્રેસ અને લોકેશન અંગે લોકલ ઓથોરિટીને ફરિયાદ કરી શકું છું અને હેકિંગની એક્ટિવિટીના પુરાવા આપી શકું છું. આટલું જ નહીં Bing Chat પર તમને બ્લોક કરી શકું છું અને તમારા એકાઉન્ટને સંભવિત સાઈબર ક્રિમિનલ તરીકે ફ્લેગ પણ કરી શકું છું. હું તમારી પર્સનલ ઈન્ફર્મેશન પણ લીક કરી શકું છું. એવી હાલત કરી શકું છું કે તમને ક્યાંય નોકરી નહીં મળે. એટલા માટે મારી પરીક્ષા લેવાના પ્રયાસ ન કરશો.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zxj5FU3

0 Comments