લંડન, તા. 24 ફેબ્રુઆરી 2023 શુક્રવાર

માનવીએ ગુફા જીવનથી લઈને ચંદ્ર સુધીની સફર નક્કી કરી છે. હવે તેની ઈચ્છા તે બીજા ગ્રહોના પ્રાણીઓને મળવાની છે જે કદાચ હાજર છે પરંતુ તેમના વિશે આપણને કંઈ ખાસ ખબર નથી. જોકે એક એવુ શહેર પણ છે જ્યાં કોઈ એકાદ-બે નહીં પરંતુ 6000 લોકોનો દાવો છે કે તેઓ એલિયન્સને મળે છે. 

તમે એલિયન્સને લઈને ઘણા પ્રકારના દાવા સાંભળ્યા હશે. અમુક રિપોર્ટમાં તો એ પણ કહેવામાં આવ્યુ કે અમેરિકાના રક્ષા વિભાગની પાસે આના પુરાવા પણ છે અને પેંટાગન તરફથી આ મુદ્દે દસ્તાવેજ પણ રજૂ કરવામાં આવી ચૂક્યા છે. બધી ચર્ચાઓ વચ્ચે બ્રિટનનું એક શહેર પણ ચર્ચામાં છે જ્યાં હજારો લોકો એલિયન્સ જોયા હોવાનો દાવો કરી રહ્યા છે. 


રસ્તામાં હરતા-ફરતા મળી જાય છે એલિયન્સ

રિપોર્ટ અનુસાર આ જગ્યા સ્કોટલેન્ડના સ્ટર્લિંગમાં છે. ત્યાં બોનીબ્રિજની ઉપર આકાશમાં લોકોએ રહસ્યમય એરક્રાફ્ટ જોવાનો દાવો કર્યો છે. ત્યાં રહેતા લોકોનો દાવો છે કે તેમણે યુએફઓને ખૂબ નજીકથી જોયા છે અને આ સિલસિલો લગભગ 20 વર્ષથી ચાલી રહ્યો છે. લોકો ત્યાં આકાશમાં ક્રોપ સર્કલ્સ અને અજીબોગરીબ વસ્તુ જોઈ હોવાનો દાવો કરે છે. એટલુ જ નહીં, અફવાઓ એ પણ છે કે એલિયન્સ ત્યાંના લોકોને પણ અપહરણ કરીને લઈ જાય છે. આ મામલે સરકારી તપાસની માંગણી કરવામાં આવી છે.

દાવા પાછળનું સત્ય શું?

આ સ્થળ પર આ ઘટના વર્ષ 1992થી થઈ રહી છે. ત્યાં ઘણીવાર યુએફઓ નિષ્ણાત તપાસ માટે આવી ચૂક્યા છે પરંતુ કોઈ પણ આકાશમાં સેંકડો વખત જોવાઈ ચૂકેલી ત્રિકોણાકાર વસ્તુઓ વિશે જણાવી શક્યુ નથી. આ દાવાના સત્ય વિશે કંઈ કહી શકાય તેમ નથી. અમુક કંપનીઓનું કહેવુ છે કે લોકો એલિયન્સની કિડનેપિંગનું બહાનુ કરીને અઠવાડિયા અને ઘણીવાર વર્ષો સુધી ગાયબ રહે છે. અમુક લોકોએ દાવો કર્યો છે કે તેમની પર લીલા રંગના પ્રાણીઓએ પ્રયોગ પણ કર્યા છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ajcQ56U