![]() |
| Image Twitter |
તા. 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર
આકાશમાં બનતી ઘટનાઓ વૈજ્ઞાનિકો અને આકાશ દર્શન કરનાર પ્રેમીઓ આશ્ચર્યચકિત થાય છે. આવી જ એક ઘટના આગામી સમયમાં જોવા મળશે. આપણા સૌરમંડળમા પહેલો ગ્રહ બુધ છે. તેના પછી શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ વગેરે ગ્રહોનો નંબર આવે છે. આમાંથી શુક્ર અને ગુરુ આ બે ગ્રહ વૈજ્ઞાનિકોનો રોમાંચ વધારનાર છે. કારણ કે આ બન્ને ગ્રહો એકબીજાથી નજીક આવી રહ્યા છે. આ બન્ને ગ્રહો વચ્ચેનો આ સંયોગ આગામી તા. 1 માર્ચના રોજ થવાનો છે. નાસાના રિપોર્ટ અનુસાર અવકાશની આ એક દુર્લભ ઘટના હશે.
સૌરમંડળમાં ઘણીવાર આ ગ્રહો એકબીજાથી નજીક આવતા હોય છે
આ ઘટના બાબતે નાસાએ તેના બ્લોગ પર માહિતી આપી છે. તે પ્રમાણે આમા કોઈ ખગોળકીય મહત્વ નથી હોતુ.આ ઘટના માત્ર જોવા પુરતી છે, કારણ કે આવી ઘટના આપણને આશ્ચર્યચકિત કરી મુકે છે. આપણા સૌરમંડળમાં ઘણીવાર આ ગ્રહો એકબીજાથી નજીક આવતા હોય છે. કારણ કે બધા ગ્રહો સુર્યની આસપાસ ચક્કર લગાવે છે.
જ્યા પ્રદુષણ ઓછુ હશે તેમજ વધારે અંધકારવાળી જગ્યા પર સારી રીતે દેખાશે
એક રિપોર્ટ મુજબ, આ અલૌકિક ઘટનાનો નજારો રાત્રીના સમયે આકાશમાં દેખાશે. તમે આ ઘટના પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશાના આકાશમાં આ નજારો જોઈ શકશો. જો કે આ ઘટનાને વધુ સારી રીતે જોવા માટે દુરબીન આવશ્યક છે. આ સિવાય જ્યા પ્રદુષણ ઓછુ હશે તેમજ વધારે અંધકારવાળી જગ્યા પર તમને આ નજારો સારી રીતે જોવા મળશે.
ભારતમાં આ નજારો 2 માર્ચની સાંજે 5 કલાકે પછી જોવા મળશે
માહિતી મુજબ ભારતમાં આ નજારો 2 માર્ચની સાંજે 5 કલાકે પછી જોવા મળશે.જો કે 1 અને 2 માર્ચ આ બન્ને તારીખો મહત્વ પુર્ણ છે. આ દરમ્યાન ચંદ્ર પણ આની પાસે જોવા મળશે. હમણાં થોડા દિવસ પહેલા જ આવો જ એક નજારો જોવા મળ્યો હતો.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cfNtXeM

0 Comments