
અમદાવાદ, 4 જાન્યુઆરી ,2023
મોબાઈલ ફોનમાં બધી જ જાણકારી સેવ કરેલી હોય છે. કોમ્પ્યુટરની સરખામણીમાં ફોન હેક કરવો સરળ હોય છે અને હાલના સમયમાં ફોન હેક થવો એ સામાન્ય વાત બની ગઈ છે. કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી તમારા ફોનનો ડેટા લીક થતા સહેલાઈથી બચાવી શકાય છે.
Android,iphone બન્ને ફોનને હેકર્સ સહેલાઈથી ડીજીટલ કોડીંગ દ્વારા હેક કરી શકાય છે. ફ્રી wi-fiનાં ઉપયોગ કરવાથી પણ તમારો ફોન હેક થઈ શકે છે. સ્કેમર્સ જુદા -જુદા સોફ્ટવેરથી થોડી જ મિનીટમાં તમારો ફોન હેક કરી લે છે.. ફોનમાં સેવ કરેલ બધી માહિતી જેમ કે બેંકના એકાઉન્ટ નંબર ,પીન,પાસવર્ડ , ઈમેઈલ એડ્રસ, પર્સનલ કે પ્રાઈવેટ ફોટા પર સ્કેમર્સની નજર હોય છે. આવી સ્થતિમાં ફોન હેક કરનાર વ્યક્તિ વિશે જાણવું મુશ્કેલ હોય છે. તમારી પ્રાઈવસી અને હેક થયેલ ફોન એપને સરળતાથી ઠીક કરી શકાય છે.
ફોન હેક થવાના આ છે સંકેત
આપના ફોનની બેટરી બેકઅપ ઘટવા લાગે અથવા ફોનની સ્પીડ ધીમી થઈ જાય તો બની શકે તમારો ફોન હેક થઈ ગયો છે. આ સિવાય ફોનમાં આપો આપ એપ્લીકેશન ખુલવા લાગે કે પછી ફોન હેન્ગ થાય. તે દેખાડે છેકે આપનો ફોન હેક થયો છે.
ફોન હેક થાય તો શું કરવું ?
જો તમારા ફોનમાં અજીબ રીતેની મુવમેન્ટ જોવા મળે તો તાત્કાલિક ફોનને રીફ્રેશ કરવું , પ્રયત્ન કરવો કે ફોનને રીબુટ અથવા ફોર્મટ કરી દેવું. ફોનમાં પાસવર્ડ કે સિક્યોરીટી કોડને બદલી નાખવા. ફોનમાં રહેલ અનવેરીફાઇડ એપ્લીકેશનને તાત્કાલિક ડીલીટ કરવા.
ફોન ઠીક કેવી રીતે કરવો ?
ફોન હેક થયા બાદ સેટિંગ્સમાં જઇને 'એપ્સ' પર ટેપ કરો. ત્યારબાદ 'મેનેજ એપ્સ ' પર ટેપ કરો અને ચેક કરવું કે એપ્સની લીસ્ટમાં કોઈ નવી એપ્લીકેશન જોવા મળે તો, નવી એપ્લીકેશનને uninstall કરી દેવી કારણ કે નવી એપ્લીકેશન ' સ્પાઈ એપ' હોઈ શકે છે.
આ સિવાય તમારા ફોનની settingsમાં જઈને ગુગલ પર ટેપ કરો, પછી 'ગુગલ પ્લે પ્રોટેક્ટ ' પર કિલ્ક કરો. અહી તમામ spy appsની લિસ્ટ જોવા મળશે. એવા બધા apps ડીલીટ કરવા પરંતુ જો તમને No Problems Found લખેલું દેખાય તે દર્શાવે છે કે ફોનમાં રહેલ તમામ appsસુરક્ષીત છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gNsWcdK
0 Comments