તા. 23 ફેબ્રુઆરી 2023, ગુરુવાર

પ્લેન હાઈજેક વિશે તો તમે સાંભળ્યું છે પણ શું તમને વોટ્સએપ હાઈજેકિંગ વિશે ખબર છે. વોટ્સએપ હાઈજેકિંગનો મામલો પ્લેન હાઈજેકિંગથી થોડો અલગ છે. એવું જરૂરી નથી કે યુઝર તમારા વોટ્સએપ એકાઉન્ટને બળજબરીથી હાઈજેક કરે, પરંતુ ક્યારેક આપણી ભૂલથી પણ આવું થઈ જાય છે. એકાઉન્ટ હાઈજેક થયા બાદ યુઝર તમારા કોન્ટેક્ટસ, ચેટ અને બીજી માહિતી સાથે શું કરે છે એ તમારા ભાગ્ય પર નિર્ભર છે. યુઝર તમારા ડેટાનો દુરુપયોગ પણ કરી શકે છે. આવી પરિસ્થિતિનો અંદાજ લગાવતા પહેલા તમારે વોટ્સએપ હાઈજેકિંગને સમજવું પડશે.

શું છે વોટ્સએપ હાઈજેકિંગ

મોટાભાગના યૂઝર હાલના સમયમાં ડ્યુઅલ સિમનો ઉપયોગ કરે છે. જેના લીધે ઓછા વપરાતા સિમને તેઓ રિચાર્જ નથી કરતા અને તે થોડા સમય બાદ ડીએક્ટિવ થઈ જાય છે. કેટલીક વાર યુઝર તેમનાં ફોન નંબરને બંધ કરી દેતા હોય છે અથવા લાંબા સમય સુધી નંબરને એક્ટીવ રાખતા નથી. તે નંબર દ્વારા બનાવવામાં આવેલ વોટ્સએપ એકાઉન્ટ યુઝ થતો રહે છે. માની લઈએ કે ટેલીકોમ કંપની તમારા ડીએક્ટિવ નંબરને કોઈ બીજા યુઝરને અલોટ કરી દે છે. આ સ્થિતિમાં જો યુઝર તે નંબરથી વોટ્સએપ એકાઉન્ટ ક્રિએટ કરે છે તો તેની પાસે તમારા એકાઉન્ટની બધી ડીટેલ્સ પહોંચી શકે છે. હાલમાં આવું જ એક યુઝર સાથે બન્યું હતું. યુઝરે એક નવું સિમકાર્ડ ખરીદી તેનાથી વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું પણ એનું એકાઉન્ટ બનતા જ તે હેરાન રહી ગયો. તેના નવા નંબર પર પહેલેથી જ એક વોટ્સએપ એકાઉન્ટ એક્ટીવ હતું. જેના પર એક છોકરીનો ફોટો હતો. એકાઉન્ટ ચેટ અને ગ્રુપ મેસેજથી ભરાયેલું હતું.

આ બાબતોનું રાખો ધ્યાન

આવી પરિસ્થિતિમાં કોઈપણ યુઝર ફસાઈ શકે છે. એવું જરૂરી નથી કે સામેવાળો યુઝર એટલો શરીફ હોય કે તમારા એકાઉન્ટની ડીટેલ્સનો દુરુપયોગ ન કરે. આવી પરિસ્થિતિથી બચવા માટે યુઝર્સને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે જે નંબરથી તમે વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યો છે તે નંબર એક્ટિવ રાખો. જો કોઈ કારણસર તમારો વર્તમાન નંબર બંધ કરવો પડે તો વોટ્સએપને આ વિશે જાણ કરતા   નંબર અપડેટ કરી લેવો. એકાઉન્ટ અપડેટ કરવાનો ઓપ્શન તમને એપમાં જ મળી જશે. નંબર અપડેટ કરતા જ તમારું એકાઉન્ટ પહેલા નંબરથી બીજા નંબર પર ટ્રાન્સફર થઈ જશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jiUgRMJ