Image Envato

તા.25 ફેબ્રુઆરી 2023, શનિવાર

આધુનિક સમયનું મેડીકલ સાયન્સ પોતાને જ સૌથી શ્રેષ્ઠ માને છે. પણ પ્રાચીન સમયમાં પણ એવી ટેક્નિક હતી જે પ્રાચીન ચિકિત્સા પદ્ધતિની આધુનિકતા અને કુશળતા દર્શાવે છે. આધુનિક મેડીકલ સાયન્સ ઘણીવાર જૂની ઘટનાઓને ચુસ્તપણે નકારી કાઢે છે. પરંતુ જ્યારે સદીઓ જૂના રહસ્યો લોકોની સામે આવે છે, ત્યારે વિચારવાનો નજરિયો બદલાઈ જાય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. વૈજ્ઞાનિક પુરાવાના આધારે જાણવા મળ્યું છે કે લગભગ 3500 વર્ષ પહેલા એક બ્રેઈન સર્જરી કરવામાં આવી હતી, જે ખૂબ જ જટિલ માનવામાં આવે છે.

બ્રેઈન સર્જરીની ટેક્નિક પ્રાચીન સમયમાં પણ અસ્તિત્વ ધરાવતી હતી

પુરાતત્વવિદોને ઈઝરાયેલના પ્રાચીન શહેર તેલ મેગિદ્દોમાં ખોદકામ દરમિયાન એક કબર મળી આવી હતી. આ કબર 1550 ઈ.સા. પૂર્વથી 1450 ઈ.સા. પૂર્વ જૂની છે. રિસર્ચથી જાણવા મળ્યું કે આ બે સગા ભાઈઓની કબર છે, જેમની ઉંમર આશરે 20થી 40 વર્ષ હશે. આ ભાઈઓની મૃત્યુ પહેલા બ્રેઈન સર્જરી કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકો આના પરથી અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ તે વ્યક્તિનું જીવ બચાવવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હશે, પરંતુ એવું લાગે છે કે તે સફળ ન થઈ શક્યા. તે એવો પણ દાવો કરે છે કે બ્રેઈન સર્જરીની ટેક્નિક પ્રાચીન સમયમાં પણ અસ્તિત્વમાં હતી.

ટ્રેફિનેશન

સર્જરીની આ ટેક્નિકને ટ્રેફિનેશન કહેવાય છે. સંશોધકોએ આપેલ માહિતી મુજબ, એક ભાઈની ખોપડીમાં ઊંડુ કાણું પાડવામાં આવ્યું હતું. કપાળના હાડકા પર ચાર લાઈનો મળી આવી છે. આના દ્વારા માથામાં 30 મિલીમીટર (1.2 ઇંચ) ચોરસ કાણું પાડવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોને અનુમાન કરી રહ્યા છે કે, એ સમયના વૈદ્યે ઓપરેશનની મદદથી તે વ્યક્તિના માથાંથી હાડકાંના ટુકડા બહાર કાઢ્યા હશે અને તેની તપાસ કરી હશે. એક યુનિવર્સિટીના રિપોર્ટ મુજબ, પહેલાના સમયમાં ટ્રેફિનેશન ટેકનિક દ્વારા સર્જરીના પુરાવા મળ્યા છે.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Cp5jL0z