કોચી, તા. 9 ફેબ્રુઆરી 2023, ગુરુવાર
ગગનયાનને સમુદ્રમાં લૈંડિંગ કર્યા બાદ તેને રિકવર કેવી રીતે કરવી તેના વિશે આજે ભારતીય નેવી અને ઈસરો દ્વારા કોચી ખાતે વોટર સર્વાઈકલ ટેસ્ટીગ કરવામાં આવ્યુ હતું. આ ટેસ્ટીંગમાં પાણીની તેજ લહેરોમાં ગગનયાનનું ક્રુ મોડલ તરવા માટે છોડી મુકવામાં આવ્યું હતું. કે જેથી કરીને તેની તરવાની ક્ષમતા માપી શકાય અને પરિક્ષણ થઈ જાય.
હ્યુમન સ્પેશફ્લાઈટમાં ક્રુ મોડ્યુલને રિકવર કરવું તે આખરી પરિક્ષણ ગણવામાં આવે છે
ગગનયાનને ક્રુ મોડ્યુલ રિકવરી મોડલના ટેસ્ટિંગ દરમ્યાન તેનુ વજન, સેન્ટર ઓફ ગ્રેવિટી, બહારની ડીઝાઈન વગેરે બાબતે તપાસ કરવામાં આવી હતી. આ ચકાસણી એવી રીતે કરવામાં આવી હતી કે જે રીતે લૈંડિંગ કર્યા બાદ ફરી રિકવર કરી શકાય. હ્યુમન સ્પેશફ્લાઈટમાં ક્રુ મોડ્યુલને રિકવર કરવુ તે આખરી પરિક્ષણ ગણવામાં આવે છે. એટલા માટે આ ટેસ્ટિંગ પહેલા કરવામાં આવે છે.

પહેલા આ મિશન સાત દિવસનું હતું, પરંતુ હવે ત્રણ દિવસનું કરવામાં આવ્યું
વોટર સર્વાઈકલ ટેસ્ટીગ માટે બનાવેલ પુલમાં ગગનયાનને તેજ લહેરોમાં છોડી મુકવામાં આવે છે. આ સિવાય તેમાં બુવૉય અને અપ-રાઈટિંગ ફલોટ્સ સાથે છોડીને ચેક કરવામાં આવે છે. જેથી ખબર પડી શકે કે તેજ લહેરોમાં કયો તરીકો સૌથી વધારે સુરક્ષિત છે. તમને જણાવી દઈએ કે ગગનયાનના પ્લાનમાં કેટલાક પોઝીટીવ બદલાવ કરવામાં આવ્યા હતા. જેમા પહેલા આ મિશન સાત દિવસનું હતું. પરંતુ હવે આ ત્રણ દિવસનું કરી દેવામાં આવ્યું છે.
ધરતીની ચારેય બાજુ 400 કિલોમીટરની ઉંચાઈવાળી નીચેની સપાટી પર ચક્કર મારશે
આ પહેલા આપણે એ જાણી લઈએ કે જેને ગગનયાન કહેવામાં આવે છે તેના ક્રુ મોડ્યુલ શુ છે અને તે કઈ રીતે કામ કરી રહ્યુ છે. આ ક્રુ મોડ્યુલ એવુ છે કે જેમા ભારતીય અંતરિક્ષયાત્રી એટલે કે ગગનનોટ્સ બેસીને ધરતીની ચારેય બાજુ 400 કિલોમીટરની ઉંચાઈવાળી નીચેની સપાટી પર ચક્કર મારશે. ક્રુ મોડ્યુલમાં ડબલ દિવાલવાળુ આધુનિક કેબિન છે. જેમા વિશેષ પ્રકારના નેવિગેશન સિસ્ટમ, હેલ્થ સિસ્ટમ, ફુડ હીટર, ફુડ સ્ટોરેજ, ટોઈલેટ વગેરે સામેલ છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ImW2tMa
0 Comments