Image: ssinnovations Website 


ભારતમાં સર્જિકલ  સિસ્ટમ 'Mantra'ને એક હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ રોબોટની ખાસ વાત એ છે કે 'Mantra'રોબોટ સંપૂર્ણ રીતે 'મેડ ઇન ઇન્ડિયા' છે. જે અનેક પ્રકારની સર્જરી કરી શકે છે. આ સિસ્ટમથી 25 પ્રકારની સર્જરી ઓછી કિંમતમાં થઈ શકશે. 

'Mantra'રોબોટ કેવી રીતે કામ કરશે ? 
તેમાં કુલ ચાર વર્કિંગ આર્મ્સ લગાવવામાં આવ્યા છે. હાથમાં કેમેરો ફીટ કરવામાં આવ્યો છે. કેમેરામાં ફોટો જોવા માટે એલઈડી સ્ક્રીન પણ આપવામાં આવી છે.   આ સિસ્ટમને ઓપરેટ કરવા માટે ડોકટરની જરૂર હોતી નથી.  ઓપરેટિંગ સિસ્ટમમાં હેન્ડ બ્રેક પણ છે જેથી આ રોબોટને કંટ્રોલ કરી શકાય. આ સિસ્ટમનાં ત્રણ ભાગ છે. જેમાં પહેલું છે સર્જન કમાન્ડ સેન્ટર , જ્યાંથી ડોક્ટર તેનું ઓપરેશન કરશે. બીજું એ કે પેશન્ટ સાઇડ આર્મ ગાડીઓ એટલે કે રોબોટ સર્જરી કરશે. ત્રીજું છે વિઝન કાર્ટ, જ્યાં ડોક્ટરો સમગ્ર ઓપરેશન જોઈ શકશે. 

ક્યા પ્રકારની સર્જરી કરશે આ રોબોટ 
આ રોબોટનો ઉપયોગ ઘણી સર્જરી કરવા માટે થઈ શકે છે. આ સિસ્ટમ બનાવનાર કંપનીનો દાવો છે કે, આ રોબોટ એક કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં 25 પ્રકારની સર્જરી કરે છે.  'Mantra'દ્વારા યુરોલોજી કેન્સર, ગાયનેકોલોજિકલ કેન્સર, ગેસ્ટ્રો-આંતરડાના કેન્સરની સર્જરી કરી શકાય છે. આ ઉપરાંત કાર્ડિયો-થોરાસિક સર્જરી પણ કરી શકાય છે.     

'Mantra'રોબોટની ખાસયિત     
માનવામાં આવે છે કે, આ રોબોટ સિસ્ટમએ સૌથી ઓછી કિમંતનું છે. એક યુનિટની કિંમત 4 થી 5 કરોડ છે જ્યારે ગ્લોબલ લેવલ પર આ જ સિસ્ટમની કિંમત 15 થી 17 કરોડ છે. એક ખાસ વાત એ છે કે, આ રોબોટિક સિસ્ટમમાં સર્જરી સમયે શરીરમાં મોટા કટ્સ પાડવાની પણ જરૂર પડતી નથી. એવો પણ દાવો કરવામાં આવેલ છે કે રોબોટ્સ દ્વારા સર્જરી  થયા બાદ દર્દીને સાજા થવામાં બેથી ત્રણ દિવસનો સમય લાગે છે, જ્યારે સામાન્ય સર્જરીમાં ઘણો સમય લાગી જતો હોય છે.     



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rjczyeO