
નવી દિલ્હી, તા. 05 માર્ચ 2023 રવિવાર
ટેકનોલોજીએ દુનિયાને ઝડપથી બદલી છે. હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે આ પરિવર્તનમાં ઝડપ આવી છે. સંભવ છે કે એક દાયકામાં દુનિયા એટલી બદલી જાય કે તેની કલ્પના પણ અત્યારે કરવી મુશ્કેલ છે. બ્રિટન અને જાપાનના 65 AI નિષ્ણાતોના ઈન્ટરવ્યુ બાદ તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર આ દાયકાના અંત સુધી દુકાનો પર માણસોની જરૂર પડશે નહીં. ખરીદીમાં ખર્ચ થનારા સમયમાં 60% સુધી ઘટાડો થઈ જશે.
AI દ્વારા દુકાન-મોલની સુરક્ષાથી લઈને બિલિંગ, સફાઈથી લઈને સ્ટોરેજ સુધી તમામ બાબતો રોબોટ કરશે. ઘરના મોટાભાગના કામ ઓટોમેશન પર થશે. નિષ્ણાત કહે છે કે કચરા-પોતુ, વાસણ ધોવા, જમવાનું બનાવવા જેવા ઘરોમાં 39% કામ રોબોટ કરશે. જોકે બાળકો અને વૃદ્ધોની સારસંભાળમાં આ દાયકાના અંત સુધી AIની ખૂબ વધારે મદદ મળવાની આશા નથી.
દરેક બાબત રેકોર્ડ કરે છે AI
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં AI અને સોસાયટીના પ્રોફેસર કહે છે કે સ્માર્ટ ટેકનોલોજીના આ સમયમાં પ્રાઈવસી પર ખૂબ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે. એલેક્ઝા અને ઓટોમેશન ડિવાઈસ દરેક બાબત રેકોર્ડ કરે છે. વાતોથી લઈને હરકતો સુધી દરેક બાબત પર એક પ્રકારનું સર્વિલાન્સ થઈ ગયુ છે. AI ટેકનોલોજી જેમ-જેમ સ્માર્ટ થતી જઈ રહી છે. આપણી પ્રાઈવસી જોખમમાં પડતી જઈ રહી છે. આ દાયકાના અંત સુધી માણસો માટે પોતાની પ્રાઈવસી બચાવવી મુશ્કેલ થશે.
આ પ્રાઈવસી પર એવો હુમલો છે, જે માટે સોસાયટી બિલકુલ તૈયાર નથી પરંતુ આનાથી સમાજમાં મહિલા-પુરૂષમાં સમાનતાનું સ્તર વધશે. જાપાનમાં પુરૂષોની સરખામણીએ મહિલાઓ ઘરનું પાંચ ગણુ વેતન વિનાનું કામ કરે છે. આ કારણે તેમની પાસે સમયની બચત હોતી નથી.
બીજો રિપોર્ટ જણાવે છે કે આખી દુનિયામાં ઘરના કામના કારણે મહિલાઓ પુરૂષોના સમાન પ્રગતિ કરી શકતી નથી. સ્માર્ટ ઘરોમાં મહિલાઓ પાસે પણ પુરૂષો જેટલો સમય બચશે જેનાથી સમાજમાં સમાનતા આવશે.
AIના આટલા પ્રભાવ હોવા છતાં આ બધા માટે ઉપલબ્ધ નથી. AI ટેકનોલોજીને સસ્તુ થવામાં લાંબો સમય લાગશે. આ દાયકાના અંત સુધી એ એટલી મોંઘી થશે કે વિશ્વમાં અમુક સમૃદ્ધ લોકો જ આનો ઉપયોગ કરી શકશે. મોટાભાગની સ્માર્ટ ટેકનોલોજી સામાન્ય લોકોની પહોંચથી બહાર હશે.
ક્રોએશિયાના રેસ્ટોરન્ટમાં રોબોટ ભોજન બનાવે છે
યુરોપિયન દેશ ક્રોએશિયાના જગરેબ રેસ્ટોરન્ટમાં માણસ નહીં પરંતુ રોબોટ શેફ ભોજન બનાવે છે. તેમના બનાવેલા ભોજનના સ્વાદમાં ક્યારેય ઉણપ આવી નથી. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક સુપરમાર્કેટમાં એક શિફ્ટમાં માત્ર 6 માણસોની જરૂર પડે છે. બિલિંગથી લઈને સામાનને મૂકવા સુધીનું તમામ કામ રોબોટ દ્વારા થાય છે. રોબોટ જ સેલ્ફ પર સામાન રાખવાનું પણ કામ કરે છે. બ્રેન સર્જરી પણ રોબોટ દ્વારા થવા લાગી છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/aFCoPMn
0 Comments