-નાસાએ આ એસ્ટરોઇડને 2023DW નામ આપ્યુ છે. 

નવી દિલ્હી,તા. 10 માર્ચ 2023, શુક્રવાર 

એસ્ટરોઇડને 2023DW :એસ્ટરોઇડ પૃથ્વી માટે જોખમી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જો પૃથ્વી અને એસ્ટરોઇડની ટક્કર થશે તો મોટી દુર્ઘટના થઈ શકે છે. અમેરિકાના વિવિધ અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન કરતી સંસ્થા નાસા (NASA) એ ચેતવણી આપી છે કે 2046માં વેલેન્ટાઈન ડે પર એક મહાકાય એસ્ટરોઈડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. જે સંદર્ભમાં નાસા આ એસ્ટરોઇડ પર સંપૂર્ણ નજર રાખી રહ્યું છે. નાસાએ આ એસ્ટરોઇડને 2023DW નામ આપ્યુ છે. 

The 2023 DW asteroid. (Screenshot from NASA's Eyes)

નાસાના જણાવ્યા અનુસાર,  26 ફેબ્રુઆરીના રોજ આ એસ્ટરોઇડ પહેલીવાર અવકાશમાં જોવા મળ્યો હતો અને આ એસ્ટરોઇડનુ કદ 160 ફૂટ છે અને 25 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે પ્રવાસ કરી રહ્યો છે અને હવે તે પૃથ્વીથી 18 મિલિયન કિમીના અંતરે છે. જે હાલ સૂર્યની પરિક્રમા કરી રહ્યો છે. વધુમાં જણાવ્યુ હતું કે, આ એસ્ટરોઇડ સમગ્ર દુનિયા માટે મોટુ જોખમ બની શકે છે પંરતુ તેની સંભાવનાઓ ખુબ જ ઓછી છે. પંરતુ વૈજ્ઞાનિકોએ હજુ પણ તેની ગંભીરતાને ધ્યાને લઈ પૃથ્વી માટે જોખમની યાદીમાં 2023DWને ટોચના સ્થાન પર રાખ્યું છે.

નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે હાલમાં તેનાથી કોઈ ગંભીર ખતરો નથી. જો કે 14 ફેબ્રુઆરી, 2046ના રોજ સાંજે લગભગ 4.40 વાગ્યે 2023DW એસ્ટરોઈડ પૃથ્વી પર ટકરાવાની સંભાવના 560 ટકામાંથી 1 છે જે નકારી શકાય નહી.  

વધુમાં માહિતી આપી હતી કે સામાન્ય રીતે જ્યારે કોઈ એસ્ટરોઇડની શોધ થાય છે ત્યારે તેને શરૂઆતમાં વધુ ખતરનાક માનવામાં આવે છે. પરંતુ નવા એસ્ટરોઇડના રીસર્ચ કર્યા બાદ તેનાથી ખતરાની શક્યતાઓ ઘટી જાય છે. જણાવી દઇએ કે અત્યાર સુઘીમાં નાસાની જોખમયુક્ત યાદીમાં કુલ 1448 એસ્ટરોઇડ છે અને તેમાંથી 2023 DW નું જોખમ સૌથી વધુ છે. નાસા અનુસાર, વર્ષ 2047 અને 2054 વચ્ચે કુલ 9 બીજા એસ્ટરોઇડ પૃથ્વીની નજીક આવશે. 

નાસાએ ટ્વીટ કરી જાણાવ્યુ છે કે'તેઓ 2023 DW નામના એસ્ટરોઇડને ટ્રેક કરી રહ્યા છીએ, જેની 2046માં પૃથ્વી સાથે અથડાવાની બહુ ઓછી શક્યતા છે. 

ઘણી વખત જ્યારે નવી વસ્તુઓ પ્રથમ વખત શોધવામાં આવે છે, ત્યારે તેની અનિશ્ચિતતાઓને સંકુચિત કરવા અને ભવિષ્યમાં તેમની ભ્રમણકક્ષાની પર્યાપ્ત આગાહી કરવામાં કેટલાંક અઠવાડિયાનો સમય લાગતો હોઈ છે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/d6bPgAG