![]() |
| Image Envato |
તા. 9 માર્ચ 2023, ગુરુવાર
ઘરમા કે ઓફિસમાં એસી લગાવતા હોવ તો એ ધ્યાનમાં રાખવું જરુરી છે કે ફ્લોરથી કેટલી ઉંચાઈએ એસી લગાવવુ જોઈએ. કે જેથી આખા રુમમાં જલ્દીથી ઠંડક થઈ જાય અને બીલમાં પણ રાહત રહે કારણ કે જો કોઈ પણ પ્લાનિંગ કર્યા વગર એસી લગાડવામાં આવે તો માત્ર બીલ આવશે ઠંડક નહી.
સામાન્ય રીતે 7 થી 8 ફુટની ઉંચાઈ પર એસી લગાવવુ જોઈએ
એસીની ઠંડી હવા લેવા માટે તેની યોગ્ય ઉંચાઈ ફ્લોરથી 7 થી 8 ફુટ વચ્ચે હોવી જોઈએ. આટલી ઉંચાઈ હોવાથી આખા રુમમાં ઠંડક આવશે. એટલે કે ઘરમા કે ઓફિસમાં એસી લગાવતા પહેલા છતની ઉંચાઈ, રુમનું લેઆઉટ, એકમનું કદ વગેરે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
ઉંચાઈ સાથે અમુક એંગલનું પણ ધ્યાન રાખવુ જરુરી
એસી લગાવતી વખતે તેના ખુણા યોગ્ય રીતે એંગલમા હોવા જોઈએ. તેમજ રુમમાં એસી થોડુક નીચેની બીજુ નમેલુ હોવુ જોઈએ જેથી એસીમાથી પાણી સરળતાથી બહાર નીકળી શકે. જો યોગ્ય રીતે નમેલુ નહી હોય તો પાણી લીક થઈ શકે છે અને એસીમાં ભારે નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત એસી એવી જગ્યા પર લગાવવુ જોઈએ કે જ્યા બારી કે ફર્નિચર ના હોય.
એર કંડિશનરમાં આ મોડ ચાલુ કરો બીલ ઓછુ આવશે
તમારા ઘર કે ઓફિસમાં એસીમાં ઘણા મોડ્સ હોય છે. AC મા ઓટો મોડ પણ હોય છે. જેમા બધા મોડ્સનું કોમ્બિનેશન હોય છે. આ ઓટો મોડ્સ સેટ કરવાથી રુમમા તાપમાન અનુસાર પંખાની ગતિ અને તાપમાન આપોઆપ સેટ કરે છે. ઓટો મોડ્સ કોમ્પ્રેસર અને પંખો ક્યારે ચાલુ થશે, ક્યારે બંધ થશે, કેટલો સમય ચાલશે, આ બધી બાબતો એસી દ્વારા ઓટોમેટિક થવા લાગશે. અને એક સરખુ વાતાવરણ જળવાઈ રહેશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vKfuN7i

0 Comments