
ટોક્યો, તા. 11 માર્ચ 2023 શનિવાર
વૈજ્ઞાનિકોને AIના માધ્યમથી બ્રેઈનની સ્કેનિંગ કરવામાં મોટી સફળતા મળી છે. હવે આપણુ મગજ સપનામાં પણ જે જોશે, એઆઈ તેને રીક્રિએટ કરીને કાગળ પર ઉતારી દેશે.
જાપાનની ઓસાકા યુનિવર્સિટીના સંશોધનકર્તા શિનજી નિશિમોટો અને યૂ તાકાગીએ મસ્તિષ્કમાં થતી ગતિવિધિને એઆઈની મદદથી હાઈ રિઝોલ્યૂશન વાળી છબીઓ તરીકે પરિવર્તિત કરી છે.
અગાઉ એઆઈનો ઉપયોગ ચહેરાના ચિત્ર બનાવવા માટે કરવામાં આવતો હતો. પહેલીવાર ટેક્સ્ટ ટૂ ઈમેજ જનરેટ સ્ટેબલ ડિફ્યૂજન એઆઈ એલ્ગોરિદમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલા એઆઈ એલ્ગોરિદમ માત્ર ડેટા સેટ પર નિર્ભર બ્રેઈન સ્કેનને ડીકોડ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો.
શું છે ફાયદા
આનાથી લોકોના સપના રેકોર્ડ કરવામાં આવી શકે છે. લકવા પીડિત લોકો વિશે જાણકારી પ્રાપ્ત કરીને મદદ કરી શકાય છે. આનાથી જાનવરો અને પક્ષીઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી શકાય છે કે તે દુનિયાને કેવી રીતે જોવે છે અને સમજે છે.
શા માટે થાય છે સ્કેનિંગ
આપણુ મસ્તિષ્ક કોઈ છબીને જોવે છે તો ટેમ્પોરલ લોબ તેની જાણકારી નોંધે છે અને ઓસીસીપિટલ લોબ વિચારવાની રીતને રેકોર્ડ કરે છે. આ જાણકારી મસ્તિષ્કના ફંક્શનલ મેગ્નેટિક રેજોનેન્સ ઈમેજિંગ સ્કેનના માધ્યમથી નોંધાય છે. આ દરમિયાન આપણા રક્ત પ્રવાહમાં પરિવર્તન થાય છે. આ પરિવર્તનને એઆઈની મદદથી ચિત્રમાં બદલવામાં આવે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NHS5mVt
0 Comments