![]() |
|
image : Wikipedia |
બિલિયોનેર્સ બનવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે અને અમે કહીએ કે આ સપનું તમારું સાકાર થઈ શકે છે તો તમે શું વિચારશો? તાજેતરમાં અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાને અંતરિક્ષમાં એક મોટો ખજાનો મળી આવ્યો છે. જેના વિશે એવું કહેવાય છે કે તેની કિંમત એટલી હશે કે ધરતી પર હાજર તમામ લોકો વચ્ચે તે વહેંચવામાં આવે તો દરક વ્યક્તિ અબજપતિ બની જાય.
લોખંડનો ખજાનો શોધ્યો નાસાએ
ખરેખર તો નાસાએ અંતરિક્ષમાં મોટી માત્રામાં લોખંડનું ભંડાર શોધી કાઢ્યું છે. ખરેખર તો તે એક એસ્ટરોઈડ એટલે કે નાનો તારો છે જેને ક્ષુદ્રગ્રહ પણ કહી શકાય છે. તેને ૧૬ સાઈકી નામ અપાયું છે. આશરે 140 માઈલ પહોળું આ એસ્ટરોઈડ સંપૂર્ણપણે ધાતુનું બનેલું છે. એટલું જ નહીં તેમાં સોનું, પ્લેટિનમ અને નિકલનો પણ ભંડાર છે.
આ ખજાનાની કિંમત 10000 ડૉલર ક્વાડ્રિલિયન
ફોર્બ્સના અહેવાલ અનુસાર આ 16 સાઈકી એસ્ટરોઈડ પર એટલી માત્રામાં લોખંડ, નિકલ અને સોનું આવેલા છે કે જેની કિંમત 10000 ડૉલર ક્વાડ્રિલિયન થાય છે. ક્વાડ્રિલિયનને એ રીતે પણ સમજી શકાય કે 10000 પછી તમારે આગળ વધારે 15 ઝીરો લગાડવા પડશે. આ રકમ એટલી થઈ જશે કે આખા વિશ્વના અર્થતંત્રને મિલાવીને પણ તે રકમ નહીં થઈ શકે.
આ ખજાનો પૃથ્વીથી આટલો દૂર છે
નાસા અનુસાર આ એસ્ટરોઈડ પૃથ્વીથી આશરે 24 અબજ માઈલ દૂર છે જ્યાં કોઈ અંતરિક્ષ યાનને પહોંચવામાં આશરે 4 વર્ષ લાગી જશે. તે મંગળ અને ગુરુ વચ્ચે સૂર્યની પરિક્રમા કરી રહ્યું છે. જોકે નાસાએ તેના એક નિવેદનમાં કહ્યું કે તે જલદી જ આ અદ્વિતીય ધાતુ-સમૃદ્ધ એસ્ટરોઈડ સુધી પહોંચવા માટે એક મિશન શરૂ કરશે. આ મિશન સ્પેસ એક્સના સહયોગથી શરૂ કરાશે. જ્યારે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે સાઈકી 16 નામના આ એસ્ટરોઈડને 1852માં ઈટાલીના ખગોળશાસ્ત્રી એનીબેલ ડી ગેસ્પરિસે શોધ્યું હતું. તેનું નામ પણ તેમણે જ આત્માની પ્રાચીન ગ્રીક દેવીના નામે રાખ્યું હતું.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VhCng8F

0 Comments