અમદાવાદ, તા. 25 માર્ચ 2023 શનિવાર

ઘણા સમયથી કોમ્પ્યુટર, લેપટોપ કે ડેસ્કટોપનો સારી રીતે ઉપયોગ કરવા માટે આપણે કોમ્પ્યુટર માઉસનો ઉપયોગ કરી રહ્યા છે. આનો ઉપયોગ કોમ્પ્યુટર સ્ક્રીન પર ક્લિક કરીને, સ્ક્રોલ કરવા અને આઈટમને સિલેક્ટ કરવા માટે કરવામાં આવે છે. તમે પણ તમારા રોજિંદા જીવનમાં આ ડિવાઈસનો ઉપયોગ કરતા હશો. જોકે, અમુક લોકો માઉસના અમુક ફીચર્સથી અજાણ છે. એવા ફીચર્સ કે શોર્ટકટ જે તમારો સમય બચાવીને કામ સરળ કરી શકે છે. 

મિડલ માઉસ બટન

મિડલ માઉસ બટનથી તમે કોઈ લિંકને એક અન્ય ટેબમાં ઓપન કરી શકો છો. આ માટે તમારે બસ કર્સરને તે લિંક પર લઈ જવાનું છે અને મિડલ બટનને પ્રેસ કરવાનું છે. આનાથી લિંક એક નવી ટેબમાં ખુલી જશે.

આ સિવાય આ બટનનું એક અન્ય કામ વર્કિંગ ટેબને બંધ કરવાનું પણ છે. જો તમારી પાસે ઘણી બધી ટેબ ખુલ્લી થઈ ગઈ છે અને તમે જલ્દીથી એકને બંધ કરવા ઈચ્છો છો તો બસ કર્સરને ટેબ પર લઈ જઈને મિડલ માઉસ બટન ક્લિક કરો અને ટેબ તાત્કાલિક બંધ થઈ જશે. 

રાઈટ માઉસ બટન

આ બટનની મદદથી તમે કેટલીક આઈટમને એક સાથે સિલેક્ટ કરી શકો છો. આ માટે તમારે CTRL કી પ્રેસ કરવાની છે અને તે આઈટમ્સ પર ક્લિક કરવાનું છે જેને તમે સિલેક્ટ કરવા માગો છો. એકવાર જ્યારે તમે તમામ આઈટમ પસંદ કરી લેશો તો તેમાંથી કોઈ એક પર રાઈટ-ક્લિક કરો અને અમુક ઓપ્શન તમને જોવા મળશે. 

રાઈટ માઉસ બટનનું એક અન્ય કામ નવુ ફોલ્ડર જલ્દીથી ક્રિએટ કરવાનું છે. બસ ડેસ્કટોપ પર કે ફાઈલ એક્સપ્લોરર વિંડોમાં રાઈટ-ક્લિક કરો અને મેનૂમાંથી ન્યૂ ફોલ્ડર વિકલ્પ પસંદ કરો. 

લેફ્ટ માઉસ બટન

લેફ્ટ માઉસ બટન કોમ્પ્યુટર માઉસ પર સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતુ બટન છે. જેમાંથી એક કાર્ય ટેક્સ્ટને જલ્દીથી હાઈલાઈટ કરવાનું છે. જો તમે બ્રાઉઝિંગ કરો છો કે નોટપેડનો ઉપયોગ કરો છો તો આ બટન ટેક્સ્ટ સિલેક્ટ કરવામાં તમારા કામમાં આવશે. જો તમે કોઈ પેરેગ્રાફના વર્ડ પર બે વખત રાઈટ ક્લિક કરશો તો એક શબ્દ સિલેક્ટ થઈ જાય છે પરંતુ જો તમે 3 વખત ક્લિક કરો છો તો આખુ વાક્ય કે ફકરો સિલેક્ટ થઈ જશે. જે બાદ તમે સરળતાથી કોપી અને પેસ્ટ કરી શકો છો.

લેફ્ટ માઉસ બટનનું એક અન્ય કામ ફાઈલ કે ફોલ્ડરને ડ્રેગ અને ડ્રોપ કરવાનું છે. તમારે બસ ફાઈલ કે ફોલ્ડર પર લેફ્ટ માઉસ બટનને ક્લિક કરીને રાખવાનું છે અને તેને એક નવા સ્થાન પર ડ્રેગ કરી દેવાનું છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/b1MtwpJ