
- હાર્વર્ડ અને બોસ્ટનની લેબોરેટરીમાં વૈજ્ઞાનિકોને મહત્ત્વની સફળતા
- 2030 પછી માણસની સરેરાશ વય વધશે, 2045 સુધીમાં માનવજાતને અમર બનાવતી ટેકનિક વિકસવાની સંભાવના
- ડીએનએમાં ફેરફાર કરીને યુવાન બનાવેલા વૃદ્ધ ઉંદરની નબળી પડેલી આંખોમાં તેજ વધ્યું
નવી દિલ્હી : સાયન્સ જર્નલ સેલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે ઉંદરોમાં રિવર્સ એજિંગના પ્રયોગો સફળ રહ્યા છે. પરિણામે હવે માણસને યુવાન કરનારી ટેકનિક થોડા વર્ષોમાં વિકસી જશે. ૨૦૪૫ સુધીમાં માનવજાતને અમર બનાવતી ટેકનિક મળી જાય એવી શક્યતા વિજ્ઞાનિકોએ વ્યક્ત કરી હતી. ૨૦૩૦ સુધીમાં પૃથ્વી પર માનવોની સરેરાશ વય વધી જશે એવું પણ અહેવાલમાં કહેવાયું હતું.
હાર્વર્ડ અને બોસ્ટન યુનિવર્સિટીની લેબમાં વિજ્ઞાનિકોએ ઉંદરોમાં રિવર્સ એજિંગના સફળ પ્રયોગો કર્યા છે. વિજ્ઞાન જર્નલ સેલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે ડીએનએમાં મહત્ત્વના ફેરફાર અને સુધારા કરીને ઉંદરોની ઉંમર ઘટાડી શકાઈ છે. વૃદ્ધ ઉંદરોના ડીએનએમાં ફેરફાર કરીને એ ઉંદરોને યુવાન બનાવ્યા હોવાનો દાવો સંશોધકોએ કર્યો હતો. તે એટલે સુધી કે ઉંમરના કારણે નબળી પડેલી આંખો પણ યુવાનો જેવી થઈ ગઈ. વિજ્ઞાની ડેવિડ સિનક્લેયરે કહ્યું હતું કે ઉંમરને રિવર્સ કરી શકાય છે. ડીએનમાં ફેરફાર થઈ શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. અહેવાલમાં દાવો થયો હતો કે ઉંમરને માત્ર આગળ લઈ જઈ શકાય એવું જ નથી, ડીએનએમાં ફેરફાર કરીને ઉંમરને વધારી પણ શકાશે. યુવાનના શરીરમાં ફેરફાર કરીને તેને ૭૦ વર્ષના વૃદ્ધ બનાવી શકાશે.
ડૉ. કાર્ડિરોએ એવો તર્ક આપ્યો હતો કે ૨૦૩૦ સુધીમાં માણસની સરેરાશ વય વધી જશે. ૧૮૮૧માં સરેરાશ વય માત્ર ૨૫.૪ હતી, જે ૨૦૧૯માં વધીને ૬૯.૭ વર્ષ થઈ ગઈ છે. ૨૦૩૦ પછી સરેરાશ ઉંમરમાં હજુય વર્ષો ઉમેરાશે અને લોકો વધારે વર્ષો જીવી શકશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ ઉપરાંત સાયન્સની નવી નવી શોધોના કારણે સરેરાશ તો વધશે જ, પરંતુ નિરોગી આયુષ્ય પણ મળશે. વિજ્ઞાનિકોના કહેવા પ્રમાણે ૨૦૪૫ સુધી જે લોકો જીવી જશે તેમને અમરત્વની તક મળશે. કારણ કે ત્યાં સુધીમાં રિવર્જ એજિંગની વ્યવસ્થિત ટેકનિક વિકસી જશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3RxkuCP
0 Comments