Image: Twitter 



ગુનેગારોને પકડવા માટે દુનિયાભરમાં જુદી જુદી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. ચીનમાં ગુનેગારોને પકડવા એક ખાસ પ્રકારની ટેકનિકનોલોજી વિકસાવવામાં આવી છે. ચીન પોલીસને એવા ખાસ પ્રકારના ચશ્મા આપવામાં આવ્યા છે જેના દ્વારા ગુનેગારોને પકડવો સરળ બનશે. આ ચશ્મા સેન્ટ્રલ ડેટાબેઝ સાથે જોડાયેલા છે, જ્યાં તમામ ગુનેગારોના રેકોર્ડ રાખવામાં આવે છે. જ્યારે પણ ચશ્મા પહેરેલા પોલીસકર્મી કોઈ શંકાસ્પદ વ્યક્તિને જુએ છે, ત્યારે તેની તમામ અંગત માહિતી જેમ કે નામ, જાતિ, ધર્મ, સરનામું, ગુનાહિત રેકોર્ડ વગેરે ચશ્મા પર આવી જાય છે. 

ગુનેગાર દેખાતાની સાથે વાગશે એલાર્મ   

આ ચશ્માની સામે કોઈ ગુનેગાર આવે ત્યારે તે તેને સ્કેન કરી તરત જ એલાર્મ મોડ એક્ટીવ કરી દે છે અને તમામ કેન્દ્રોમાં મેસેજ પહોંચી જાય છે. મેસેજ મળતાની સાથે જ અધિકારીઓ અને વિશેષ ટીમ ઘટનાસ્થળે પહોંચી જાય છે. આ ચશ્માની મદદથી અત્યાર સુધીમાં હજારો ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે.

ગુનેગારો ભીડમાં પણ નહિ બચી શકે 

ટ્વિટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે હાલ તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસ સામે જે વ્યક્તિ આવે છે તેની સંપૂર્ણ માહિતી ચશ્માની સ્ક્રીન પર દેખાય છે. આ ચશ્માની જમણી બાજુમાં એક નાનો કેમેરો જોડાયેલો છે. કેમેરાની સામે આવતા વ્યક્તિનો ફોટો કેપ્ચર કરી તેનો ડેટાબેઝ મોકલી દે છે અને સંપૂર્ણ માહિતી પોલીસકર્મીને તરત જ મળી જાય છે. જેના આધારે પોલીસ કાર્યવાહી હાથ ધરે છે. તે એટલી ક્લીયર ઈમેજ આપે છે કે ભીડમાં પણ બચવું અશક્ય બની જાય છે.

ગજબના ચશ્મા જેની કિંમત આટલી 

આ ખાસ પ્રકારના ચશ્માને મોબાઇલ યુનિટ દ્વારા કંટ્રોલ કરી શકાય છે. એક ચશ્માની કિંમત આશરે 56,000 રૂપિયાથી વધુ છે. આ ચશ્મા સર્વર પર પ્રીલોડ કરેલા 10,000 સેમ્પલમાંથી એકને ફક્ત 100 મિલીસેકંડમાં ઓળખી શકે છે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Es3oOyA