નવી દિલ્હી, તા. 22 માર્ચ 2023 બુધવાર

અમેરિકાના કેલિફોર્નિયામાં 17 માર્ચ 2023ની રાત્રે એક આશ્ચર્યચકિત નજારો જોવા મળ્યો. ત્યાં સ્પેસ સ્ટેશનનું એક એન્ટિના 27 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પર આવીને પડી ગયુ. આ દરમિયાન આકાશમાં ચમક જોવા મળી. હકીકતમાં આ સ્પેસ સ્ટેશનથી છોડવામાં આવેલો માનવનિર્મિત કચરો હતો જેને 3 વર્ષ પહેલા ફેબ્રુઆરી 2020માં છોડવામાં આવ્યો હતો. 

પ્રશ્ન ઊભો થાય છે કે આખરે 3 વર્ષ પહેલા છોડવામાં આવેલો કચરો હવે પૃથ્વી પર કેમ પડ્યો. જોકે 3 વર્ષ સુધી આ પૃથ્વીની આજુબાજુ ફરી રહ્યો હતો. આ લગભગ 700 પાઉન્ડનું એક બેકાર યંત્ર હતુ જે હવે પૃથ્વી પર પડ્યો. 

અંતરિક્ષમાં કેટલા ઉપગ્રહ છે 

અમેરિકી સરકારની એકાઉન્ટેબિલિટી ઓફિસના એક રિપોર્ટ અનુસાર વર્ષ 1957માં સ્પુતનિક નામના એક કૃત્રિમ એટલે કે માનવનિર્મિત ઉપગ્રહને પહેલીવાર અંતરિક્ષમાં મોકલવામાં આવ્યુ. જે બાદથી પૃથ્વીની કક્ષામાં ઉપગ્રહોની સંખ્યામાં સતત વધારો થયો છે. વર્ષ 2015 સુધી આ સંખ્યા લગભગ 1400 હતી જ્યારે 2022ના શરૂઆત સુધી વધીને 5500ની નજીક પહોંચી ગઈ છે. ત્યાં લગભગ 58,000 ઉપગ્રહોને આ દાયકાના અંત સુધી લોન્ચ કરી શકાય છે. આ સંખ્યા સક્રિય ઉપગ્રહોની વર્તમાન સંખ્યાથી 10 ગણી વધુ છે.

પૃથ્વીની કક્ષામાં હજારો ટન કાટમાળ

26 મે 2021એ અમેરિકી સ્પેસ એજન્સી નાસાના રિપોર્ટ અનુસાર અંતરિક્ષમાં પ્રાકૃતિક ઉલ્કાપિંડ અને માનવનિર્મિત કાટમાળ બંને સામેલ છે. ઉલ્કાપિંડ, સૂર્યની કક્ષામાં હાજર છે જ્યારે મોટાભાગના માનવનિર્મિત કાટમાળ પૃથ્વીની કક્ષામાં છે. હાલ લગભગ 23,000 કાટમાળના ટુકડા એક સોફ્ટબોલ આકારના છે. આ કાટમાળ મહત્તમ 17,500 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફરી રહ્યા છે. જે કોઈ પણ ઉપગ્રહ અથવા અંતરિક્ષ યાનને નુકસાન પહોંચાડવા માટે પૂરતુ છે.

નાસાનું કહેવુ છેકે આ કાટમાળ સિવાય અડધો મિલિયન ટુકડા એટલે કે 5 લાખ માનવનિર્મિત કચરો કોઈ લખોટી અને તેનાથી થોડા મોટા આકારના છે. આ ટુકડાની સાઈઝ 0.4 ઈંચથી 1 સેન્ટિમીટર સુધીની છે જ્યારે લગભગ 100 મિલિયન માનવનિર્મિત ટુકડા .04 ઈંચ (એક મિલીમીટર) અથવા તેનાથી મોટા છે. સૌથી નાનો કાટમાળ માઈક્રોમીટરનો આકાર, 0.000039 ઈંચ વ્યાસ છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/U8dPt7s