
પૃથ્વીના અંતની વાત કરવામાં આવતી હોય ત્યારે લોકો એવું કહેતા હોય છે કે અંતરિક્ષથી મોટું ઉલ્કાપિંડ આવશે અને પૃથ્વી સાથે ટકરાશે, જેના કારણે પૃથ્વી નષ્ટ થઈ જશે. વૈજ્ઞાનિકો પણ આ વિષય પર ઘણાં લાંબા સમયથી અભ્યાસ કરી રહ્યા હતા. હવે વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. એક નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોને એક એક્સોપ્લેનેટથી સંકેતો મળ્યા છે. આ સંકેતો પરથી સ્પષ્ટ થાય છે કે પૃથ્વીનું અંત કેવી રીતે થશે. વૈજ્ઞાનિકોના મતે પૃથ્વીનું અસ્તિત્વ સૂર્યના અસ્તિત્વથી જોડાયેલું છે. આ વાત સ્પષ્ટ છે કે જ્યાં સુધી પૃથ્વીને સૂર્યથી પ્રકાશ મેળવતું રહેશે ત્યાં સુધી આપણો ગ્રહ અસ્તિત્વમાં રહેશે. આ નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ એક્સોપ્લેનેટને તેના તારા તરફ ટકરાવવા જતા જોયા છે. ધીમે ધીમે આ એક્સોપ્લેનેટની ભ્રમણકક્ષા સમાપ્ત થઈ રહી છે. અહેવાલ મુજબ આ અભ્યાસ ગ્રહોના જીવન ચક્રને સમજવાના દૃષ્ટિકોણથી એક મોટી ઉપલબ્ધિ સાબિત થશે.
નાસાએ 2009માં બાહ્ય ગ્રહ કેપ્લર 1658Bની શોધ કરી હતી
વૈજ્ઞાનિકો પહેલાથી જ આ જાણી ચૂક્યા છે કે એક્સોપ્લેનેટ તેમના તારાઓમાં ભળી જવાના કારણે નષ્ટ થતા હોય છે. અત્યાર સુધી તેને માત્ર સૈદ્ધાંતિક રીતે જ ગણવામાં આવતું હતું. વૈજ્ઞાનિકોને અત્યાર સુધી કોઈ ગ્રહ નષ્ટ થતો જોવા મળ્યો નથી. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોને આ અભ્યાસમાં આ સમગ્ર ઘટનાને જોવાનો મોકો મળી રહ્યો છે. નાસાએ 2009માં જ ટેલિસ્કોપની મદદથી તેના તારા તરફ આગળ વધી રહેલા આ બહારના ગ્રહ કેપ્લર 1658Bને શોધી કાઢ્યો હતો. જો કે આ બાહ્ય ગ્રહના અસ્તિત્વની પુષ્ટિ કરવામાં વૈજ્ઞાનિકોને એક દાયકાનો સમય લાગ્યો હતો.
બાહ્ય ગ્રહ અને આપણા સૌરમંડળના ગ્રહ ગુરુ વચ્ચે ઘણી સમાનતાઓ
વૈજ્ઞાનિકો મુજબ આ બાહ્ય ગ્રહ અને આપણા સૌરમંડળમાં આવેલ ગ્રહ ગુરુ વચ્ચે ઘણી સમાનતાઓ છે. બંનેનો આકાર અને ભાર લગભગ સમાન જ છે. બંનેમાં માત્ર એટલું જ અંતર છે કે આ બાહ્ય ગ્રહ તેના તારાની ખુબ જ નજીક પહોંચી ગયું છે. આ બંને વચ્ચેનું અંતર સૂર્ય અને બુધ વચ્ચેના અંતરના 8મા ભાગ જેટલું રહી ગયું છે. જ્યારે ભ્રમણકક્ષા પૂરી થાય છે ત્યારે આ પ્રકારનો એક્સોપ્લેનેટ તેના તારામાં ભળીને સમાપ્ત થાય છે. વૈજ્ઞાનિકોના મતે એક્સોપ્લેનેટની ભ્રમણકક્ષા દર વર્ષે ઘટી રહી છે. જો કે આ એક્સોપ્લેનેટ તેના સૂર્ય તરફ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. એક્સોપ્લેનેટની ભ્રમણકક્ષા દર વર્ષે 131 મિલીસેકન્ડના દરે ઘટી રહી છે.
ગુરુત્વાકર્ષણ બળ ગ્રહોના આકારમાં ફેરફારનું કારણ
ખગોળશાસ્ત્રીઓના મતે કોઈપણ ગ્રહ અને તેના સૂર્ય વચ્ચેનો ગુરુત્વાકર્ષણ બળ તેમનાં આકારમાં ફેરફારનું કારણ બને છે. આ પરિવર્તનને કારણે જબરદસ્ત ઉર્જા પણ ઉત્પન્ન થાય છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ગુરુ ગ્રહ અને તેના ચંદ્રો વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને કારણે પણ આવી જ ઊર્જા ઉત્પન્ન થઈ રહી છે. સંશોધકોનું કહેવું છે કે હવે એવા પુરાવા મળ્યા છે, જેનાથી આપણે આપણા ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોને વધુ સારા કરી શકીએ છીએ. કેપ્લર 1658Bના નષ્ટ થવાની પ્રક્રિયા વૈજ્ઞાનિકો માટે પ્રયોગશાળા તરીકે કામ કરશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/4eaLuHy
0 Comments