![]() |
|
image : Wikipedia |
ગૂગલે યુનિવર્સલ સ્પીચ મોડલ(USM) વિશે વિગતો શેર કરી છે. આ એક એવી પ્રણાલી છે જેને કંપની તેના લક્ષ્યોને સાકાર કરવા માટે મહત્ત્વપૂર્ણ પ્રથમ પગલું ગણાવી રહી છે. ગૂગલ હવે એક એએઆઈ ભાષા મોડલ તૈયાર કરવા તરફ આગળ વધી રહી છે. આ મોડેલ જુદી જુદી 1000 ભાષાઓને સમર્થન આપે છે અને ગૂગલ દ્વારા તે ChatGPTને પછાડવાના લક્ષ્ય સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ એક એઆઈ મોડલ છે.
ગત વર્ષે કર્યો હતો ખુલાસો
ગત વર્ષે નવેમ્બરમાં ગૂગલે તેના USM મોડલનો ખુલાસો કરતાં દુનિયાની સૌથી વધુ બોલાતી 1000 ભાષાઓને સમર્થન આપતું એક ભાષા મોડેલ બનાવવાની તેની યોજનાની જાહેરાત કરી હતી. ટેક્નોલોજીની દુનિયાની દિગ્ગજ ગૂગલ USMને અત્યાધુનિક ભાષણ મોડલના એક પરિવાર તરીકે વર્ણિત કરે છે જેમાં ૧૨ મિલિયન કલાકના ભાષણ પર ટ્રેનિંગ 2 અબજ પેરામીટર અને 28 અબજ વાક્ય, 300થી વધુ ભાષામાં ફેલાયેલું છે.
ગૂગલે કર્યો આ દાવો
ગૂગલ હાલમાં દાવો કરે છે કે USM 100થી વધુ ભાષાને સમર્થન કરે છે અને એક ખૂબ જ મોટી પ્રણાલી માટે પાયા તરીકે કામ કરશે. આ દરમિયાન ગૂગલે નજીકના ભવિષ્યમાં તેની પ્રોડક્ટ્સ માટે એઆઈ સુવિધાઓની મેજબાની કરવાની આશા વ્યક્ત કરી છે અને તેમાંથી એન્ડ્રોઇડ માટે જી-બોર્ડ ઈમેજિન ટેક્સ્ટ ટૂ ઈમેજ જનરેટરને એકીકૃત કરવા માટે કામ કરી રહી છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3KYMh0H

0 Comments