image : Twitter

/ Envato

હાલમાં ChatGPTના યુઝર્સ ખુબ વધારે પ્રમાણમાં વધી રહ્યા છે. આવી સ્થિતિમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસામાં સામે આવ્યું કે એક બગને કારણે ChatGTPના સેંકડો યુઝર્સના ક્રેડિટ કાર્ડ વિગતો સહિતનો સંવેદનશીલ ડેટા લીક થઈ ગયો છે. વાસ્તવમાં એક યુઝરને સિસ્ટમમાં આ બગ મળ્યો હતો. જેના પછી OpenAIએ તેના લોકપ્રિય ChatGPT બોટને ઈમરજન્સી મેન્ટેનન્સ માટે ઑફલાઇન કરવો પડ્યો હતો. આ બગને કારણે યુઝર્સ અન્ય યુઝર્સની ચેટ હિસ્ટ્રીના ટાઈટલ પણ જોઈ શકતા હતા. Reddit પર આ ઘટનાની જાણ કરવામાં આવી હતી, જેમાં યુઝર્સે તેમના ChatGPT સાઇડબારના સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા હતા. જે અન્ય યુઝર્સની પાસ્ટ ચેટ હિસ્ટ્રી દર્શાવે છે. OpenAIએ આ સમસ્યાની તપાસ દરમિયાન લગભગ 10 કલાક સુધી આ બોટને ઑફલાઇન રાખ્યો હતો.

લીક થયેલા ડેટામાં યુઝર્સના ક્રેડિટ કાર્ડની વિગતો પણ સામેલ

OpenAIના પ્રારંભિક તારણોમાં એક સિક્યુરીટી ઇસ્યુ સામે આવ્યો છે. ચેટ હિસ્ટ્રી બગ સંભવિત રૂપે ChatGPT Plus સબ્સ્ક્રાઇબર્સના 1.2 ટકા વ્યક્તિગત ડેટાને લીક કરે છે. આ લીક થયેલા ડેટામાં યુઝરનું ફર્સ્ટ અને લાસ્ટ નેમ, ઈ-મેલ એડ્રેસ, પેમેન્ટ એડ્રેસ અને ક્રેડિટ કાર્ડ નંબરના છેલ્લા ચાર આંકડા તેમજ ક્રેડિટ કાર્ડની એક્સપાયરી ડેટ જેવી વિગતોનો સમાવેશ થાય છે. જો કે ક્રેડિટ કાર્ડના પૂરેપૂરા નંબરો સામે આવ્યા ન હતા.

કંપનીએ ભૂલ સુધારીને કરી સ્પષ્ટતા

કંપનીએ ખામીયુક્ત લાઇબ્રેરીને Redis ક્લાયન્ટ ઓપન-સોર્સ લાઇબ્રેરી redis-py તરીકે ઓળખાવી છે, જેણે ત્યારથી પેચ કરી દેવામાં આવી છે. OpenAIએ આવી ઘટનાઓને ફરીથી ન બને તે માટે વધારાના પગલાં લીધાં છે, જેમાં લાઈબ્રેરી કૉલ્સમાં રિડન્ડન્ટ ચેક્સ ઉમેરવા, બધા સંદેશાઓ માત્ર સાચા યુઝર્સને જ મોકલવામાં આવે છે તેની ખાતરી કરવા માટે પ્રોગ્રામેટિક રીતે તેમના લૉગની તપાસ કરવી અને આવી ઘટનાઓ ક્યારે બની રહી છે તે ઓળખવા માટે લૉગિંગમાં સુધારો કરવો અને ચકાસવું કે તેઓ બંધ થઈ ગયા છે. OpenAIએ અસરગ્રસ્ત યુઝર્સને આ સમસ્યા અંગે ચેતવણી આપવા માટે સંપર્ક પણ કર્યો છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QiEf8oh