નવી દિલ્હી,તા. 15 એપ્રિલ 2023, શનિવાર 

એલોન મસ્ક સતત ટ્વિટરમાં અપડેટનો પ્રયાસ કરી રહ્યા છે. એલોન મસ્કે માર્ચમાં જ જાહેરાત કરી હતી કે, તેઓ ટૂંક સમયમાં ટ્વિટર પર ટ્વિટની કેરેક્ટર લિમિટ વધારીને 10,000 કરશે. 

જેને લઇને ટ્વિટરની કન્ટેન્ટ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. નવા ફેરફાર બાદ હવે ટ્વિટર યુઝર્સ 280 નહીં પણ 10,000 અક્ષરોમાં ટ્વિટ કરી શકશે. આ સિવાય ટ્વિટર પર ટેક્સ્ટ ફોર્મેટિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે, આ સેવા ફક્ત તે યુઝર્સ માટે જ ઉપલબ્ધ હશે જેમણે ટ્વિટર બ્લુને સબસ્ક્રાઇબ કરી ચૂક્યાં છે. 

કેરેક્ટર લિમિટ વધારો

એક્સપર્ટ્સનું કહેવું છે કે, ટ્વિટર પર કેરેક્ટર લિમિટ વધવાથી લોકો હવે વધુ સારી અને સ્પષ્ટ રીતે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી શકશે. યુઝર્સે લાંબી ટ્વિટ કર્યા પછી જો કે, તે સમયે તે જાહેર કરવામાં આવ્યું ન હતું કે, આ સુવિધા વિશિષ્ટ હશે કે સામાન્ય યુઝર્સ માટે પણ ઉપલબ્ધ હશે. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે માત્ર બ્લુ સબસ્ક્રાઈબર જ આ સુવિધાનો લાભ લઈ શકશે.

Twitterએ કહ્યું કે, “અમે ટ્વિટર પર લેખન અને વાંચનનો અનુભવ સુધારી રહ્યા છીએ! આજથી, Twitter હવે બોલ્ડ અને ઇટાલિક ટેક્સ્ટ ફોર્મેટિંગ સાથે 10,000 અક્ષરો સુધીની ટ્વીટ્સને સપોર્ટ કરે છે. 

નવી સુવિધાઓનો ઉપયોગ કરવા માટે Twitter Blue સાઇન અપ કરવું આવશ્યક છે. જો કે, તે સમયે તે જાહેર કરવામાં આવ્યું ન હતું કે, આ સુવિધા વિશિષ્ટ હશે કે સામાન્ય યુઝર્સ માટે પણ ઉપલબ્ધ હશે. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, માત્ર બ્લુ સબસ્ક્રાઈબર જ આ સુવિધાનો લાભ લઈ શકશે.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે ટ્વિટરે તેની કેરેક્ટર લિમિટમાં ફેરફાર કર્યો હોય. 2017 માં, કંપનીએ તેની કેરેક્ટર લિમિટમાં 140 થી વધારીને 280 કરી હતી. ત્યારના તાત્કાલિક સીએઓ જેક ડોર્સીએ આ પગલાને નાનો પણ ઘણો મહત્વપૂર્ણ બદલાવ ગણાવ્યો હતો. 

આ પણ વાંચો: BBC ડોક્યુમેન્ટ્રીને લઇને શું બોલ્યા ટ્વીટરના CEO એલોન મસ્ક?



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ctyG0en