![]() |
| Image Envato |
તા. 5 એપ્રિલ 2023, બુધવાર
આપણા બ્રહ્માંડમાં ક્યારેક ક્યારેક અદ્દભૂત નજારો જોવા મળતો હોય છે. પરંતુ આવી ખગોળકીય ઘટના વિશે ક્યારેક આપણને ખ્યાલ હોતો નથી. આપણે જ્યારે ધરતી પરથી આકાશમાં નજર કરીએ ત્યારે ચંદ્રની આસપાસ વિવિધ તારાઓનો નજારો જોવા મળતો હોય છે. અને તેમા પણ નવાઈની વાત તો એ છે કે અમુક તારીખે આપણે અમુક તારોઓ જે જગ્યા પર જોયા હોય તે ફરી બીજે કયાક જોવા મળતા હોય છે. અને તેની જગ્યા પર અલગ જ નજારો જોવા મળતો હોય છે. છેલ્લા કેટલાક સમયથી ગ્રહોની આવી જ કાંઈક પરેડ ચાલી રહી છે. જેમા વૈજ્ઞાનિકોએ કેટલીક ખાસ તારીખો આપી છે, કે જેથી કરીને આ અદ્દભૂત નજારો જોવાનું ચુકી ના જઈએ. જો કે આ વખતે તમે એપ્રિલ મહિનામાં આકાશમાં ગ્રહોનો નજારો જોઈ શકીશો.
એપ્રિલ મહિનાની અલગ અલગ તારીખોમાં જોવા મળશે
કેટલાક દિવસો પહેલા ચંદ્ર સાથે શુક્ર ગ્રહની જોડી જોવા મળી હતી. જે ખૂબ જ સુંદર લાગતી હતી. સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકોએ તેની ફોટોગ્રાફી કરી તેની પોસ્ટ સેન્ટ કરી હતી. એના 3 દિવસ પછી ચંદ્ર સાથે પાંચ ગ્રહો એકસાથે જોવા મળ્યા હતા. તે પણ એક અદ્દભૂત નજારો હતો. અને તે પૃથ્વીના દરેક ભાગમાંથી જોવા મળ્યો હતો. હવે ફરી 3 ગ્રહો સાથે ચંદ્ર જોવા મળશે, જે તમે એપ્રિલ મહિનાની અલગ અલગ તારીખોમાં જોવા મળશે.
આખો મહિનો જોવા મળશે આ અદ્દભૂત નજારો
જો આ એપ્રિલ મહિનામાં આકાશ સાફ દેખાશે તો તમને ચંદ્ર, શુક્ર અને શનિ ગ્રહ એકસાથે જોવા મળશે. મંગળ, શુક્ર અને શનિ ગ્રહ પોતાના ઓર્બિટથી સુર્યના ચક્કર લગાવતા ખસીને ચંદ્રની નજીક આવવાનો છે. આગામી તા. 15 અને 16 એપ્રિલના રોજ અડધો ચંદ્ર, શનિ ગ્રહ સાથે જોવા મળશે. આ નજારો દક્ષિણ પુર્વના વિસ્તારમાં સુર્યોદય પહેલા અસ્ત થઈ જશે. ત્યા ચંદ્ર થોડોક આગળ ખસીને ધરતીથી સૌથી ચમકદાર ગ્રહ શુક્ર પાસે જશે. ચંદ્ર અને શુક્ર ફરી એકવાર આગામી 23 એપ્રિલના રોજ સાથે જોવા મળશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/K8ZVbJj

0 Comments