Image Envato

તા. 19 એપ્રિલ 2023, બુધવાર

5G નેટવર્ક આવવાથી ઘણા લોકો ચિંતામાં આવી ગયા છે કે શું હવે તેમના 4G નેટવર્કવાળા ફોન કામ નહી આવે. તેના અનેક સવાલ લોકોને મુંઝવી રહ્યા છે. અત્યારે મોટાભાગના શહેરોમાં 5G સેવા શરુ કરી દેવામાં આવી છે. જેમા કેટલાક લોકો 5G નેટવર્ક નો આનંદ લઈ રહ્યા છે. પરંતુ સમગ્ર ભારતમાં 5Gની સેવા પુરી પાડવા માટે હજુ સમય લાગશે. જો કે આની પહેલા 2જી અને 3જી આવ્યા તેમજ 4જી આવ્યા બાદ શુ તેના કારણે 3જી વાળા ફોન બેકાર થયા.? એટલા માટે 5G સેવા આવવાથી એક વાત ચોક્કસ છે કે 4G નેટવર્ક વાળા ફોન બેકાર નહી થાય.

5G નેટવર્ક આવ્યા પછી પણ હાલમાં તેમના ફોનમાં 4G નેટવર્ક પર સેટ કરીને વાપરે છે. 

દેશમા 5G નેટવર્ક સેવા આવવાથી 4G નેટવર્ક બંધ નહી થાય અને યુજર્સ તેના ફોનમાં આરામથી 4G નેટવર્ક ચલાવી શકશે. એક વાત એ પણ છે કે 5G નેટવર્કનો ઉપયોગ કરવાવાળા લોકોનું કહેવુ છે કે તેની સ્પીડ પ્રમાણમાં સારી છે અને સાથે સાથે તે ડેટા પણ ઝડપથી પુરો કરી દે છે. એટલા માટે કેટલાક લોકો 5G નેટવર્ક આવ્યા પછી પણ હાલમાં તેમના ફોનમાં 4G નેટવર્ક પર સેટ કરીને રાખેલ છે કે જેનાથી ડેટા ઝડપથી પુરો ન થાય. એટલે 4G નેટવર્ક પર કામ ચલાવવુ હોય તો આ ફોન તમારે ફેકવો નહી પડે. 

પૈસાની થશે બચત

આમ જોવા જઈએ તો 4G નેટવર્ક ચલાવવાથી તમારા પૈસાની પણ બચત થશે. એવુ એટલા માટે કે 5G પર કામ કરવાથી તમારા ડેટા પણ ઝડપથી ઓછો થઈ જશે અને પૈસા પણ વધુ ખર્ચ થશે. 

4G નેટવર્ક વાળા ફોનમાં 5G નેટવર્ક સેટ થઈ શકે નહી ?

ઘણા લોકોના મનમાં એવા સવાલો થઈ રહ્યા છે કે, 4G નેટવર્ક વાળા ફોનમાં 5G નેટવર્ક સેટ થઈ શકાત કે નહી તો જવાબ છે ના. હાલમાં તમે 4G નેટવર્ક વાળો ફોન વાપરી રહ્યા છો અને તેમા તમારે 5G નેટવર્કનો ઉપયોગ કરવો છે તો આ શક્ય નથી.   



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ZH6Bgo0