
વોશિંગ્ટન,27 એપ્રિલ,2023,ગુરુવાર
શાસ્ત્રો મુજબ જીવનની ફિલોસોફીમાં કેટલાક 84 ના આંકને ખૂબ મહત્વ આપે છે. બ્રહ્માંડમાં લાખો આકાશગંગાઓ અને અબજો તારાઓ છે. સૌરમંડળની આસપાસના ગ્રહોમાંનો એક ગ્રહ એટલે યૂરેનસ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ યુરેનસની તસ્વીર શેર કરી છે. આ તસ્વીર જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપથી લેવામાં આવી છે. યૂરેનસ સૂર્યનું ભ્રમણ કરતા સૌર મંડળનો 7 મો ગ્રહ છે. જયારે 1986માં વોયજર 2 સ્પેસ ક્રાફટ યૂરેનસ પાસથી પસાર થયું ત્યારે કેમેરામાં યૂરેનસની નીલી લીલી ગોળ લાઇટ જેવી તસ્વીર દેખાતી હતી પરંતુ આસપાસના પ્રકાશના વલય દેખાતા ન હતા. નાસાના જણાવ્યા અનુસાર ઇન્ફ્રારેડ વેવલેંથની મદદથી જેમ્સ વેબ દ્વારા યૂરેનસ જે તસ્વીર લીધી છે તેના પરથી માલૂમ પડે છે કે ગ્રહની ચારે તરફ ચમકદાર વલયો છે.

સૌરમંડળના અન્ય ગ્રહો કરતા યૂરેનેસની એક ખાસ વિશેષતા એ છે કે તે પોતાની ધરી પર 90 ડિગ્રી જેટલો ઝુકીને ભ્રમણ કરે છે. આથી યુરેનસ પર જે પણ મૌસમ હોય તે એકસ્ટ્રીમ હોય છે. અહીંયા ઘ્રુવીય વિસ્તારમાં વર્ષો સુધી સૂર્ય પ્રકાશ રહે છે અને ત્યાર પછી એટલા વર્ષો સુધી અંધારુ રહે છે. આથી જ તો ગ્રહની દક્ષિણ ધ્રુવીય ક્ષેત્ર અંધારામાં રહેવાથી તસ્વીરમાં દેખાતું નથી. યૂરેનસ પર એક દિવસ 17 કલાક અને 14 મીનિટ થાયછે.મતલબ કે આટલા સમયમાં પોતાની ધરી ભ્રમણ પુરું કરે છે. યુરેનસ પરનું એક વર્ષ પૃથ્વી પરના 84 વર્ષ જેટલું થાય છે. એટલે કે આ ગ્રસને સૂર્યનું એક ચક્કર પુરુ કરવામાં 84 વર્ષ જેટલો સમય લાગે છે.
એવું માનવામાં આવે છે કે યૂરેનસની ચારે તરફ 13 વલયો છે. આ વલયો અંગેની જાણકારી 2007માં મળી હતી. જેમ્સ વેબ દ્વારા ખેંચવામાં આવેલી તસ્વીરમાં 11 વલયો દેખાય છે. કેટલાક વલયની ચમક એટલી વધારે છે કે તેનાથી મોટો એક વલય બનતો ધ્યાનમાં આવે છે. વૈજ્ઞાનિકોને આશા છે કે ભવિષ્યમાં આ ગ્રહના બે વલયો પણ જોવા મળશે. યુરેનસના 27 ચંદ્ર હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જો કે એમાંના કેટલાક ખૂબ નાના હોવાથી દેખાતા પણ નથી. યૂરેનસની સપાટી પર બરફની પિગળેલી પાતળી પરત જોવા મળે છે. પાણી મીથેન અને એમોનિયાથી બનેલું છે. યુરેનસ અને નેપ્ચ્યૂન બંને ગ્રહ પર જયૂપિટર અને શનિની જેમ ગેસ પણ છે. આથી તેમને ગેસીય ગ્રહો પણ કહેવામાં આવે છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/faqWYhr
0 Comments