
AI આધારિત ChatGPT જ્યારથી આવ્યું છે ત્યારથી ટેક્નોલોજીની દુનિયામાં ચર્ચામાં રહ્યું છે. તેના એક પછી એક અપગ્રેડ વર્ઝન પણ લોકોને વધુને વધુ મદદરૂપ થઈ રહ્યા છે. કોઈ તેનો ઉપયોગ આર્ટિકલ લખવામાં તો કોઈ તેનો ઉપયોગ પરીક્ષાના પેપર સોલ્વ કરવામાં તો કોઈ હોમવર્ક માટે પણ તેનો ઉપયોગ કરી રહ્યો છે. આ દરમિયાન એક મહત્ત્વપૂર્ણ અહેવાલ આવ્યા છે. ધ એઆઈ રેવોલ્યૂશન ઈન મેડિસિન પુસ્તકના લેખક તથા હાર્વર્ડમાં કમ્યુટર સાયન્ટિસ્ટ અને ફિજિશિયન ડૉ. ઈસાક કોહાને કહ્યું હતું કે GPT-4એ અમેરિકામાં મેડિકલ લાયસન્સિંગની પરીક્ષામાં 90%થી વધુ પ્રશ્નોના સાચા જવાબ એ પણ સમયસર આપ્યા હતા. આ જવાબો કોઈ અન્ય લાઈસન્સધારી ડૉક્ટર કરતાં પણ સારી રીતે આપવામાં આવ્યા હતા.
એક કેસનું નિદાન એક લાખથી વધુ રીતે કરવામાં સક્ષમ
જોકે તેમના આ પુસ્તકમાં તેમણે કેટલાક વર્ષો પહેલાના રિયલ લાઈફ કેસને લઈને GPT-4 સાથે પ્રયોગ કર્યો હતો. તેમણ GPT-4ને ફક્ત અમુક જ મહત્ત્વપૂર્ણ વિગતો આપી અને પછી GPT-4 એક કેસનું નિદાન એક લાખથી વધુ રીતે કરવામાં સક્ષમ હતું. મેં મારી આખી કારકિર્દીમાં આવો અનુભવ નહોતો કર્યો. પણ હાં હું એટલું જરૂરથી કહીશ કે GPT-4એ હંમેશા વિશ્વસનીય નથી અને તે પણ ભૂલો કરે છે.
ગજબ સ્પીડ સાથે ચોક્કસ જવાબ
- AI ની ટેસ્ટ ડ્રાઈવ પછી, જાણવા મળ્યું કે, ChatGPT 90 ટકા મેડિકલ લાઇસન્સિંગ પ્રશ્નોના સાચા જવાબ આપે છે.
- અગાઉના વર્ઝન કરતાં ChatGPT-4 વધુ સારું લાગ્યું એટલું જ નહીં, પરંતુ તેણે સ્વીકાર્યું કે તે કેટલાક લાઇસન્સ ધરાવતા ડોકટરો કરતા પણ સારું પ્રદર્શન આપ્યું છે.
- આ વર્ઝનમાં એવું પણ જોવા મળ્યું કે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ સમજી શકે તેટલી સરળ તબીબી તકનીકો દ્વારા જવાબ આપ્યા.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/A6GvIkp
0 Comments