નાસાએ ચંદ્રથી મંગળ નામનો પ્રોગ્રામ શરૃ કર્યો છે અને તેના પ્રથમ વડા તરીકે ભારતીય મૂળના સોફ્ટવેર-રોબોટિક્સ એન્જિનિયર અમિત ક્ષત્રિય પર પસંદગી ઉતારી છે. અમિત ક્ષત્રિય નાસામાં છેલ્લાં ૨૦ વર્ષથી કાર્યરત છે અને વિવિધ મહત્ત્વની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. હવે તેમની જવાબદારી મૂન ટુ માર્સ પ્રોગ્રામની રહેશે.
ભારતીય મૂળના સોફ્ટવેર-રોબોટિક્સ એન્જિનિયર અમિત ક્ષત્રિય ૨૦૦૩માં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નાસામાં જોડાયા હતા. એ પછી તેમને રોબોટિક્સ અને સોફ્ટવેરના ક્ષેત્રે મહત્ત્વના મિશનમાં કામ કરવાની તક મળી. તેમણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રોબોટિક્સ એસેમ્બલીમાં પ્રમુખની ભૂમિકા પણ ભજવી હતી. ૨૦૧૪થી ૨૦૧૭ દરમિયાન સ્પેસ સ્ટેશન ફ્લાઈટ ડિરેક્ટર તરીકે કાર્યરત રહ્યા. ૨૦૧૭થી ૨૦૨૧ સુધી અમિત ક્ષત્રિયને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના વ્હિકલ ઓફિસમાં ડેપ્યુટી મેનેજર અને પછી એક્ટિંગ મેનેજર બનાવાયા. ૨૦૨૧થી તેઓ નાસાના હેડક્વાર્ટરમાં એક્સપ્લોરેશન સિસ્ટમ ડેવલપમેન્ટ મિશન ડાયરેક્ટોરેટમાં ડેપ્યુટી એસોસિએટ એડમિનિસ્ટ્રેટર હતા.
રોબોટિક્સ-સોફ્ટવેર એન્જિનિયર અમિત ક્ષત્રિય હવે નાસાના નવા પ્રોગ્રામના સ્વતંત્ર વડા બન્યા છે અને તેમણે સીધું રિપોર્ટિંગ નાસાના એસોસિએટ એડમિનિસ્ટ્રેટર જિમ ફ્રીને કરવાનું થશે. નાસાએ મૂન ટુ માર્સ પ્રોગ્રામની ઓફિસ શરૃ કરી છે અને આ પ્રોજેક્ટ હેઠળ નાસા ચંદ્રથી માણસને મંગળ પર પહોંચાડવા માટેના સંશોધનો હાથ ધરશે. ચંદ્રને એક રીતે મંગળ પર પહોંચવા માટે લોંચ પેડ બનાવશે. આ પ્રોગ્રામની જવાબદારી તેમને અપાતા અમિત ક્ષત્રિયનો સમાવેશ નાસાના ટોચના અધિકારીઓમાં થયો છે.
આ સંદર્ભમાં નાસાના પ્રમુખ બિલ નેલ્સને કહ્યું હતું કે અમિત ક્ષત્રિય ખૂબ જ ચાવીરૃપ પ્રોગ્રામ સંભાળશે અને નવી શક્યતાઓ તલાસશે. આ સમય અંતરિક્ષ વિજ્ઞાાન માટે સુવર્ણયુગ છે અને નાસાની આ નવી ઓફિસ માર્સ મિશન માટે મહેનત કરશે. આ પ્રોગ્રામ હેઠળ હાર્ડવેર બનાવાશે, રિસ્ક મેનેજમેન્ટનું એનાલિસિસ થશે. ગ્રાઉન્ડ સિસ્ટમથી લઈને સ્પેસ લોંચ સિસ્ટમ સુધીની જવાબદારી આ ઓફિસની રહેશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DgEvLol