ઝઘડામાં ગોળી વાગવાથી કોઈનું મોત થયું હોવાના સમાચારો અવારનવાર આવતા હોય છે. ફિલ્મોમાં પણ જોવા મળતું હોય છે કે કોઈ વ્યક્તિને ગોળી વાગવાથી તરત જ તે મૃત્યુ પામે છે. વાસ્તવિક જીવનમાં પણ ગોળી વાગવાથી વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. શું ગોળીમાં એવું કંઈ હોય છે કે જેનાથી શરીરમાં કોઈ રીએક્શન થાય છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે? ચાલો જાણીએ આ એક ઈંચની ગોળીમાં એવું તો શું ખાસ હોય છે.

ગોળીના મૂળભૂત ત્રણ ભાગ હોય છે

ફાયરીંગમાં વપરાતી ગોળીના મૂળભૂત ત્રણ ભાગ હોય છે. બંદૂકની ગોળીને કાર્ટ્રેજ કહેવાય છે. કાર્ટ્રેજના સૌથી આગળના ભાગને બુલેટ કહેવામાં આવે છે. આ તે ભાગ છે જે બંદૂકમાંથી બહાર આવ્યા પછી લક્ષ્યને વીંધે છે. આને ગોળી પણ કહેવાય છે. તે માનવ શરીરમાં પ્રવેશી ગંભીર ઈજા પહોંચાડે છે. કાર્ટ્રેજના મધ્ય ભાગને કેસ અથવા ખોખું કહેવામાં આવે છે. આ કેસમાં ગનપાઉડર ભરાયેલું હોય છે. છેલ્લા ભાગને પ્રાઈમર કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. આ કમ્પાઉન્ડ ફાયરિંગ દરમિયાન ગનપાઉડરમાં વિસ્ફોટ કરે છે. જ્યારે ફાયરીંગ કરવામાં આવે છે, ત્યારે કાર્ટ્રેજનો કેસ બંદૂકમાંથી નીકળીને બહાર પડે છે અને ગોળી બંદૂકમાંથી લક્ષ્ય તરફ જાય છે.

ગોળી   હેવી મેટલ્સની બનેલી હોય છે

ગોળી કેટલાંક હેવી મેટલ્સની બનેલી હોય છે, જેમ કે લેડ, કેલ્શિયમ સિલિકેટ વગેરે. આ મેટલ્સની આડઅસરને કારણે વ્યક્તિ મૃત્યુ પામે છે. આ સિવાય જે ગેસનો ધુમાડો નીકળે છે તે પણ મૃત્યુનું કારણ બને છે. અનબર્ન પાવડર પણ મૃત્યુનું કારણ બની શકે છે. આ સાથે ગોળીમાં ઘણી ગરમી હોય છે, શરીરમાં પ્રવેશતાની સાથે તે ઘણી ગરમી ઉત્પન્ન કરે છે. જેના કારણે ગોળી વાગતા વ્યક્તિનું મૃત્યુ થાય છે.

આ કારણોથી પણ મૃત્યુ થાય છે

ગોળી શરીરની અંદર ઘણું નુકસાન કરે છે, જેના કારણે શરીરમાંથી લોહી વહેવા લાગે છે. અતિશય લોહી નીકળી જવું પણ મૃત્યુનું કારણ બને છે. ઘણી વખત ગોળી એવા ભાગમાં વાગી જાય છે, જ્યાં થોડું લોહી નીકળતાં જ સમસ્યા સર્જાય છે. ગોળી વાગવાના કારણે શરીરમાં ઈન્ફેક્શન થાય છે. આ સાથે શરીરના અંગને પણ નુકસાન થાય છે અને ઘણી વખત મૃત્યુ પણ થાય છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/UFA38Qf