
પ્રયાગરાજ, તા. 28 એપ્રિલ 2023, શુક્રવાર
શુક્રવારના રોજ સવારે 11 વાગ્યાના સુમારે સૂર્યની ચારે બાજુ બનેલું એક વર્તુળ લોકો માટે કુતૂહલનું વિષય બની ગયું હતું. હવામાનશાસ્ત્રીઓના અનુસાર તે પૃથ્વીથી લગભગ 20 હજાર ફૂટ ઉપરના પાતળા સિરસ વાદળો છે. તેઓ નાના બરફના સ્ફટિકોથી બનેલા હોય છે અને તેમને સન હોલો તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઘુરપુર હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક આકાશ મિશ્રાના જણાવ્યા અનુસાર, આ વર્તુળ બરફના સ્ફટિકો પર પડતા સૂર્યના કિરણોના રિફ્લેક્શનને કારણે બન્યું હતું. ઉનાળા દરમિયાન રચાતું આ સન હોલો એક સામાન્ય પ્રક્રિયા છે. તેની કોઈ અસર થતી નથી. આ અગાઉ 19 એપ્રિલના રોજ પણ આ સન હેલો જોવા મળ્યું હતું.
આવો અદ્ભુત નજારો આકાશમાં ક્યારેક જ જોવા મળે છે. બરફના લાખો સ્ફટિકોમાંથી સૂર્યનો પ્રકાશ પરાવર્તિત થાય છે અને તેનાથી સન હોલોનો અવકાશીય નજારો જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે આ ઘટના સામાન્ય રીતે નરી આંખે જોઈ શકાય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/oeSG4uA
0 Comments