Iamge Envato

તા. 1 એપ્રિલ 2023, શનિવાર 

આજ કાલ લોકોને મોબાઈલ ફોન કે લેપટોપ વગર ચાલી શકે તેમ નથી. અત્યારે દરેક કામ મોબાઈલ પર થઈ ગયુ છે. પરંતુ મોટાભાગનો લોકોને ખબર નથી હોતી કે આખરે મોબાઈલની બ્રાઈટનેસ કેટલી રાખવી જોઈએ. અને તેના વિશે માહિતી ન હોવાથી મન ફાવે તેમ મોબાઈલની બ્રાઈટનેસ રાખતા હોય છે. પરંતુ વધારે કે ખૂબ ઓછી બ્રાઈટનેસ રાખવાથી આંખોને નુકસાન થઈ શકે છે. 

ઘણા લોકો માનતા હોય છે કે તેને મિનિમમ પર રાખવી જોઈએ. જેથી આંખોને ઓછુ નુકસાન આવે. તો કેટલાક લોકો માને છે કે આને વધારે રાખવી જોઈએ કે જેથી કરીને સ્કીન પરની કોઈ પમ વસ્તુ જોવામાં તકલીફ ન પડે.

ઓછી બ્રાઈટનેસ રાખવાથી તમારે ફોન પર વધારે જોર આપવું પડતું હોય છે. 

આ બાબતે આંખના નિષ્ણાતોનું કહેવું છે કે, તેનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી. પરંતુ ખૂબ ઓછી બ્રાઈટનેસ રાખવાથી તમારે ફોન પર વધારે જોર આપવું પડતું હોય છે. તેમજ રાત્રીના સમયે 50 ટકાથી વધારે બ્રાઈટનેસ રાખવી આંખોમાં નુકસાન થવાની શક્યતા વધી જાય છે. અને આંખોની રોશની ઓછી થઈ જશે.   

ફોનની બ્રાઈટનેસ હંમેશા આસપાસની લાઈટ પ્રમાણે રાખવી જોઈએ

જો કે આ બાબતે એક નાની વાત ધ્યાનમાં રાખવી ખૂબ જરુરી છે કે જેનાથી આંખોની રોશની બચાવી શકાય છે. જેમા નિષ્ણાતોનું માનવુ છે કે ફોનની બ્રાઈટનેસ હંમેશા આસપાસની લાઈટ પ્રમાણે રાખવી જોઈએ. જેમ કે જો તમે બહાર નિકળો તો ફોનની બ્રાઈટનેસ વધારવી જોઈએ. તો રાતના સમયે તેને અડધાથી ઓછી કરી દેવી જોઈએ. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/aO9K2r4