- નાસાના સંશોધકોએ પરમાણુ ઉર્જાનો અનોખો ઉપયોગ કર્યો

- પરમાણુ ઉર્જા સંચાલિત રોકેટથી અવકાશ ક્ષેત્રમાં ચમત્કાર સર્જાશે, સમાનવ મિશનોને અભૂતપૂર્વ ઝડપ મળશે : નાસા

નવી દિલ્હી : નાસાએ ઈનોવેટિવ એડવાન્સ કોન્સેપ્ટ નામનો એક પ્રોગ્રામ શરૂ કર્યો હતો. એ પ્રોગ્રામ હેઠળ નવી ટેકનિકથી સંચાલિત રોકેટ એન્જિન વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. આ પ્રોજેક્ટના ભાગરૂપે નાસાએ પરમાણુ ઉર્જાથી સંચાલિત રોકેટ એન્જિન વિકસાવ્યું છે અને તેનું સફળ પરીક્ષણ કર્યું છે. તેના કારણે હવે સમાનવ મંગળ મિશન માટે નવી આશા બંધાઈ છે.

નાસાને પ્રથમ તબક્કાના ન્યૂક્લિયર રોકેટ બનાવવામાં સફળતા મળી છે. પરમાણુ ઉર્જાથી સંચાલિત આ રોકેટનું સફળ પરીક્ષણ કરી લેવાયું છે. નાસાએ એવી આશા વ્યક્ત કરી હતી કે આ રોકેટથી સમાનવયાનના મિશનોને અનોખી ઝડપ મળશે અને યાનોનો સમયગાળો ઘટી જશે. ખાસ તો મંગળ પર પહોંચવા માટે આ રોકેટ ઉપયોગી થઈ પડશે. અત્યારે મંગળ પર પહોંચવા માટે ૧૧થી ૧૨ મહિનાનો સમય લાગે છે. આ રોકેટની મદદથી અત્યારે ૧૦૦ દિવસમાં મંગળ પર પહોંચી શકાશે. લાંબાંગાળે આ ઝડપ વધી જશે અને માણસ માત્ર ૪૫ દિવસમાં મંગળ સુધીનું અંતર કાપી શકશે. નાસાના હાઈપરસોનિક પ્રોગ્રામના વડા રયાન ગોસે કહ્યું હતું કે આ રોકેટ અંતરિક્ષ મિશનની દુનિયામાં ચમત્કાર સર્જશે. તેનાથી અવકાશનું લાંબું અસર ઓછા સમયમાં પૂરું કરી શકાશે.

ન્યૂક્લિયર થર્મલ રોકેટમાં બે પ્રકાર છે. એક, ન્યૂક્લિયર થર્મલ પ્રોગ્રામ. બીજું, ન્યૂક્લિયર ઈલેક્ટ્રિક પ્રોગ્રામ. એન્જિનમાં બળતર તરીકે પરમાણુ ઉર્જાનો ઉપયોગ થશે એટલે રોકેટની ઝડપ વધશે. આમ તો નાસાએ વર્ષો અગાઉ પરમાણુ સંચાલિત રોકેટ અંગે વિચારણા કરી હતી, પરંતુ વર્ષો સુધી પ્રોજેક્ટ શરૂ થઈ શક્યો ન હતો. આખરે ૨૧મી સદીમાં આ દિશાના સંશોધનોને વેગ મળ્યો હતો. પરિણામે નાસાને ન્યૂક્લિયર રોકેટના પરીક્ષણમાં સફળતા મળી હતી.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Bdyw20Y